મોટેભાગે આપણે ગધેડાનો ઉપયોગ કોઈને ચિડવવા માટે કરીએ છે. ગધેડાના ઉપયોગ અંગે પણ આપણે જાણીએ છે પરંતુ આજે તેની એક એવી ખૂબ અંગે વાત કરશું જે જાણીને તમને પણ નવાઈ લાગશે. અત્યાર સુધી આપણે ગાય અને ભેંસના દૂધની ડેરીઓ જોઈ છે પરંતુ ટૂંક સમયમાં હવે ગધેડીના દૂધની પણ ડેરી આપણને જોવા મળશે.

હરિયાણાના હિસારમાં ગધેડીના દૂધની ડેરી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે, જે દેશી પહેલી ડેરી હશે. ગધેડીના એક લિટર દૂધની કિંમત માત્ર 7000 રૂપિયા છે. સાંભળીને ચોંકી ગયા ને. પરંતુ આ વાત સાચી છે. ગધેડીનું દૂધ આપણા માટે લાભદાયી હોવાની સાથે આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમને પણ સારી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ગધેડીના દૂધમાંથી ઘણી મેકઅપની પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવે છે. મળેલી માહિતી પ્રમાણે, રાષટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર હિસારમાં ગધેડીના દૂધની ડેરી ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે માટે 10 જેટલી હલારી જાતની ગધેડી પણ લાવી દેવામાં આવી છે. હાલમાં તેનું બ્રિડીંગ કરાવવામાં આવી રહ્યું છે.
હલારી જાતની ગધેડીના દૂધને દવાના ખજાના તરીકે માનવામાં આવે છે. આ દૂધમાં કેન્સર, જાડાપણું અને એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની ક્ષમતા હોય છે. આપણા ગુજરાતમાં પણ આ જાતિ જોવા મળે છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, ઘણી વખત બાળકોને ગાય થવા ભેંસના દૂધની એલર્જી થતી હોય છે પરંતુ ગધેડીના દૂધથી કોઈને ક્યારેય પણ એલર્જી થતી નથી. આ દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ તત્વો હોય છે, જે શરીરને યુવાન રાખવામાં મદદ કરે છે.

આ સિવાય દૂધમાંથી સાબુ, લિપ બામ અને બોડી લોશન જેવી બ્યૂટી પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવે છે. આ ડેરી શરૂ કરવા માટે એસઆરસીઈએ હિસ્સાર ભેસ અનુસંધાન કેન્દ્ર અને કરનાલની નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોની પણ મદદ લીધી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ડેરી શરૂ થવાથી લોકોને ઘણો ફાયદો થશે.
