ભારતમાં વધતા જતા સિમ કાર્ડ વેરીફીકેશનના ફ્રોડને રોકવા માટે જથ્થા બંધ સિમ કાર્ડ ખરીદનારા ગ્રાહકો અને કંપનીઓએ દૂરસંચાર વિભાગમાં ગ્રાહક વેરિફિકેશનના નિયમોને કડક કરવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલા આ નવા નિયમો અનુસાર, નવા કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે અને 6 મહીનામાં કંપનીનુ વેરિફિરેશન કરાવવું પડશે. આ નિર્ણય કંપનીના નામ પર લીધેલા સિમ કાર્ડનો ફ્રોડ વધતા લેવામાં આવ્યો છે. તે ઉપરાંત, Corporate Affairs મંત્રાલયે કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે. આ અગાઉ ટેલિકોમ વિભાગ દ્વારા ગ્રાહકોને વેરિફિકેશન પેનલ્ટીના નિયમોમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓએ ગ્રાહક વેરિફિકેશન નિયમનો ઉલ્લંધન કરવા બદલ સરકારને 3 હજાર કરોડ થી પણ વધુ પેનલ્ટી ભરવી પડી છે. આ પેનલ્ટી ન ભરવી પડે તે માટે હવે, દર 6 મહિનામાં કંપનીની લોકેશનનું વેરિફિકેશન પણ કરાવવુ પડશે. કંપનીના વેરિફિકેશનના સમયે લોંગિટ્યૂડ લાટીટ્યૂડ અરજી ફોર્મમાં નાખવો પડશે. તે ઉપરાંત, કંપનીએ કયા કર્મચારીને કયું કનેક્શન આપ્યું તેની પણ જાણકારી એવી પડશે. આ નિયમને અમલમાં લાવવા ટેલિકોમ કંપનીઓને 3 મહિનાનો સમય મળ્યો છે.
આ પણ વાંચો : આ ભૂલ કરવાથી વોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે બંધ, WhatsAppએ આપી સલાહ
સરકારે ટેલિકોમ વિભાગના ગ્રાહક વેરિફિકેશનના નિયમ ઘણા સરળ કરી દીધા છે. જેના અંતર્ગત, પેનલ્ટીના નિયમોમાં ઢીલ મળી છે. હાલમાં, અમુક કેસમાં જ 1 લાખ રૂપિયાની પેનલ્ટી લગાશે. જે અગાઉના સમયે ગ્રાહક અરજી ફોર્મમાં દરેક નાની ભૂલ માટે 1 હજારથી 50 હજાર રૂપિયાની પેનલ્ટી આપવી પડતી હતી.
