બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં તેના વિડીયોને લઈને ચર્ચામાં છે, ગોવા એરપોર્ટ પર એક ચાહક સલમાન સાથે સેલ્ફી લેવા આગળ-આગળ ચાલી રહ્યો હતો. પરંતુ ત્યારે સલમાન ખાન તેનો ફોન લઈ ત્યાંથી આગળ વધ્યો. હવે, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)એં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને માંગ કરી છે કે જ્યાં સુધી સલમાન ખાન સાર્વજનિક રીતે માફી ન માંગે ત્યાં સુધી તેની ગોવામાં પ્રવેશ પર પ્રતિબંધ કરે.
બીજી બાજુ ગોવાના જનરલ સેક્રેટરી અને પૂર્વ સાંસદ નરેન્દ્ર સવાઈકરે પણ સલમાન ખાનના આવા વર્તનને ખરાબ વર્ણવ્યું છે અને વધુમાં તેણે સલમાન ખાનને માફી માંગવાની માંગ કરી હતી.

NSUI ગોવાના પ્રેસિડન્ટ અહરાજ મુલ્લાએ સલમાન ખાનને માફી માંગવાની સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યું કે, “હું તમારી સત્તાને વિનંતી કરું છું કે, આ મામલાને ગંભીરતાથી લઈ અભિનેતાને માફીની માંગ કરે. કારણકે આ સાર્વજનિક રૂપે ચાહકનું અપમાન છે, આ રીતે ખરાબ રેકોર્ડ ધરાવનાર એક્ટરને ગોવામાં પ્રવેશની મંજૂરી ન આપવી જોઈએ.
જણાવી દઈયે કે સલમાન ખાનના આવા વર્તનની ગોવાના બીજેપી જનરલ સેક્રેટરી નરેન્દ્ર સવાઈકરએ ટ્વીટ કરીને નિંદા કરી હતી. તેણે પોતાના ટ્વીટર હૅન્ડલ પર લખ્યુ , “સેલિબ્રિટી તરીકે ચાહક અને લોકો સાર્વજનિક સ્થળોએ તમારી સાથે સેલ્ફી લેશે, પરંતુ તમારૂ આવું વર્તન તદ્દન નિંદાત્મક છે. તમારે બિનશરતી માફી માંગવી પડશે.”
