તહેવારોની સીઝનને ધ્યાને લઈને રેલવેએ યાત્રીઓ માટે 392 ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહી છે ત્યારે આ ટ્રેનના ભાડામાં વધારો કરાયો હોવાની ખબરોનું રેલવેએ ખંડન કરતા જણાવ્યું હતું કે આવો કોઈ ભાડાવધારો નથી કરાયો. આ અંગેની વિગત મુજબ ફેસ્ટીવલ સીઝનને લઈને રેલવેએ યાત્રીઓની સુવિધા માટે 392 ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહી છે.

નહિ વધે સ્પેશ્યલ ટ્રેનોનું ભાડું
આ ટ્રેનો 30 નવેમ્બર સુધી ચાલશે. રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેનો કોલકાતા, પટણા, વારાણસી, લખનૌ વગેરે સ્ટેશનોથી ચાલશે. આ ટ્રેનથી દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠ માટે યાત્રીઓને આવવા જવામાં સુવિધા રહેશે. આ તહેવારની સ્પેશ્યલ ટ્રેનોમાં ટિકિટ ભાડું વધશે તેવી ખબરોનું રેલવેએ ખંડન કર્યું છે. નિયમ મુજબ તહેવારની સીઝન, ઉનાળાની રજાના સમયે સ્પેશ્યલ ટ્રેનોનું ભાડુ અલગ હોય છે. નિયમિત મેલ/એકસપ્રેસ ટ્રેનોથી વધુ હોય છે.