પાકિસ્તાન પર ભારતની સર્જીકલ સ્ટ્રાઇક પર આધારિત ‘ઉરી: દ સર્જીકલ સ્ટ્રાઇક’ તો તમને યાદ જ હશે. આ ફિલ્મ એકવાર ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. આ રી-રિલીઝનું કારણ પણ ખુબ જ ખાસ છે. આ ફિલ્મની ફરી રિલીઝ થવાનું કારણ છે ‘કારગિલ દિવસ’
‘ઉરી’ આજે કારગિલ દિવસના અવસર પર મહારાષ્ટ્રમાં એક વાર ફરી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના રી-રિલીઝ પર ફિલ્મના નિર્દેશક આદિત્યએ ટવિટ કરી ખુશી જાહેર કરી છે. તેમણે ટવિટર પર લખ્યું ‘ઉરીને કારગિલ દિવસ સેલિબ્રેશનનો ભાગ બનાવવા માટે માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસજી નો ધન્યવાદ. હું આશા કરું છુ કે ઉરી ભારતની દર એક પેઢી અને નાગરિકને દેશ માટે કઈ ન્યોછાવર કરવા માટે પ્રેરિત કરે. જય હિન્દ.’
આ પણ વાંચો : 26 જુલાઈ: ભારતમાં ‘વિજય દિવસ’ અને પાકિસ્તાનના ‘ડર્ટી ફોર’ ને ક્યારે પણ માફ ન કરવાનો દિવસ
કારગિલ વિજય દિવસ પર આ ફિલ્મનું રી-રિલીઝ થવું ખરેખર એક સમ્માનની વાત છે. કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ થઇ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેને અલગ રીતે રજુ કરીને દેશવાસીઓનો જુસ્સો વધારશે. જો કે આ તરફ સિનેમાઘર માલિકો દ્વારા શરૂઆતમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને પછી ફિલ્મને બતાવવાની હા પાડી છે.
નોંધનીય છે કે 26 જુલાઈ, 1999ના દિવસે ઈન્ડિયન આર્મી માટે શૌર્ય દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી થયેલી ઘુસણખોરીને અટકાવવા માટે 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધને ‘ઓપરેશન વિજય’ નામ આપવામાં આવ્યું હતું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.