બોલિવૂડમાં દર વર્ષે કરવા ચોથનો ક્રેઝ જોવા મળે છે. આ વર્ષે પણ કેટલીક બોલિવૂડ એકટ્રેસએ કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.

શિલ્પા શેટ્ટીએ કરવા ચોથીની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં એક ફોટોમાં તેઓ પતિ રાજ કુંદ્રાના પગે પણ લાગે છે. તેમણે કેપશનમાં લખ્યું, ‘કોઈ પણ લગ્ન પરફેક્ટ નથી હોતા… આ બે અધૂરી આત્માઓનું મિલન છે, જે અમુક વિચારો સાથે થાઈ છે’.

ક્રિકેટર વિરાટ કોહલી અને અનુશકા શર્માની જોડી એમના લૂકને લઈને હંમેશા સમાચારોમાં રહે છે. અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલીની સાથે કરવા ચોથનો ફોટો શેર કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર એ પણ જાણવા મળ્યું હતું કે, વિરાટે પણ અનુષ્કા માટે વ્રત રાખ્યું હતું.

રવીના ટંડનએ પતિ અનિલ ઠડાની સાથે કરવા ચોથનું વ્રત ઉજવ્યું. રવીના સાથે તેમના છોકરાઓ પણ ટેરેસ પર હાજર હતા. રવીના ટંડન કરવા ચોથની પૂજા માટે જુહુ સ્થિત અનિલ કપૂરના ઘરે પણ પહોંચી હતી.

બિપાશા બાસુએ પણ પતિ કારણ સિંહ ગ્રોવર માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પૂજાની થાળી સાથે ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં તેમણે તેમનું પસંદીદા હેશટેગ મંકી લવ(#monkeylove) પણ રાખ્યું હતું.

સોનાલી બેન્દ્રે જેમણે હાલમા જ કેન્સરને હરાવ્યું છે, તેમણે પણ તેમના પતિ સાથે ખુબ જ સુંદર ફોટો ઇન્સ્ટાગ્રામ પર ઉપલોડ કરી કરવા ચોથનું વ્રત સેલિબ્રેટ કર્યું હતું.
