ઊંઝા નજીક લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થઇ ગયો છે. આ લક્ષચંડીનાં પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું છે. મહાયજ્ઞ અધ્યક્ષે જણાવ્યાં પ્રમાણે, પહેલા દિવસે આશરે 2 લાખથી વધારે લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો છે.
યજ્ઞના પ્રથમ દિવસે વધુ 8 રેકોર્ડ બન્યા છે. જેમાં એક જ સ્થળે યજ્ઞમાં સૌથી વધુ એક લાખ ચંડીપાઠ કરાયા, 1100 ભૂદેવે એક કરોડ શ્લોકનું ઉચ્ચારણ કર્યું, 2 લાખ લોકોએ એક જ દિવસમાં સાત્ત્વિક ભોજનનો પ્રસાદ લીધો, 5.46 લાખ કપમાં 21 હજાર લિટર ચાનું વિતરણ કરાયું, 350 એકરમાં લીલી જાજમ પાથરવાનો રેકોર્ડ નોંધાયો છે.
આ મહાયજ્ઞ 22 ડિસેમ્બર સુધી યોજાવાનો છે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સજોડે માથું ટેકવી અને મા ઉમિયાના આશિર્વાદ લીધા હતા.
