દેશભરમાં CAA અને NRC વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે લોકો નાગરિકતા સંશોધન બિલ પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા CAA ના સપોર્ટમાં રેલી નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા 62 રેલીનું આયોજન કરાયું છે સુરત નાગરિક સમિતિ દ્વારા CAA ના સમર્થનમાં રેલી નું આયોજન કરાયું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશ કે ગદ્દારો કો ગોલી મારો…’ના નારા લગાવ્યા હતા.
CAA સમર્થનમાં યોજાયેલ આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ જોડાયા અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીને લઇ RAF, સુરત પોલીસનો વિવિધ સ્ટાફ બંદોબસ્તમાં મૂકાયો છે આ રેલી વનિતા વિશ્રામથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચશે.
ઉલ્લેખનીય છે, કે ભાજપની રવિવારે યોજાયેલી બેઠકમાં CAA અંગે સાચી હકીકત લોકો સામે મુકવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નાગરીકતા સંશોધન કાયદા સામે થયેલા વિરોધ બાદ તમામ રાજ્યોમાં ભાજપે જનજાગૃતિ લાવવા કવાયત શરૂ કરી છે આ રેલીઓના માધ્યમથી ભાજપ CAA ના સમર્થનમાં માહોલ બનાવીને લોકોને સાચી વાત પહોંચાડવાનો પ્રયાસ કરશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.