સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 23,611 પર પહોંચ્યો. ગુરુવારે સાંજ સુધીમાં કુલ 256 નવા કેસ સામે આવ્યા। 2 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 855 પર પહોંચ્યો. ગઈકાલે શહેરમાં કુલ 212 દર્દીઓ સારા થયા જેથી શહેરમાં અને જિલ્લામાં 20 હજાર થી વધુ દર્દીઓ સારા થઇ ચુક્યા છે
ગુરુવારે તંત્ર દ્વારા બહાર પાડેલ માહિતી મુજબ, શહેરમાં 154 અને જીલ્લ્લામ 101 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. શહેરમાં કુલ 18,158 પોઝિટિવ કેસમાં 639ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5453 કેસમાં 216ના મોત થયા છે. શહેરમાંથી 161 દર્દી અને જિલ્લામાંથી 51 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 15,944 દર્દીઓને રજા અને જિલ્લામાં કુલ 4334 દર્દીઓ સાજા થયા છે.
વિવિધ ઝોન મુજબ કોરોનાના આંકડા

ગુરુવારે સુરત શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 47 નવા પોઝિટિવ કેસ નોંધાયા। ત્યારે સૌથી ઓછા લીંબાયત ઝોનમાં 8 નવા કેસ સામે આવ્યા. જિલ્લાની વાત કરીએ તો 24 કલાકમાં બારડોલી તાલુકામાં સૌથી 21 નવા કેસ સામે આવ્યા.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

સુરત શહેરમાં એક્ટિવ કેસ પૈકી કુલ 876 લોકો હોસ્પિટલમાં છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં 157 દર્દીઓ છે અને સ્મીમેર હોસ્પિટલમાં 101 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શહેરમાં હાલ 38292 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જિલ્લામાં હાલ 6367 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : સ્મીમેરની કોવિડ હોસ્પિટલના ICUમાં 6 મહિનાથી ફરજ બજાવતા આણદાણી દંપતીની અનોખી કહાની
