સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 32,249 પર પહોંચ્યો બુધવાર સાંજ સુધીમાં કુલ 254 નવા કેસ સામે આવ્યા. 3 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 966 પર પહોંચ્યો. ગઈકાલે શહેરમાં કુલ 287 દર્દીઓ સારા થયા જેથી શહેરમાં અને જિલ્લામાં કુલ 29,249 દર્દીઓ સારા થઇ ઘરે ગયા છે. એક્ટિવ કેસમાં પણ 14 દિવસ દરમિયાન 326 નો ઘટાડો નોંધાયો છે.
બુધવારે તંત્ર દ્વારા બહાર પાડેલ માહિતી મુજબ, શહેરમાં 171 અને જિલ્લામાં 83 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. શહેરમાં કુલ 23,602 પોઝિટિવ કેસમાં 696ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 8,830 કેસમાં 265ના મોત થયા છે. શહેરમાંથી 182 દર્દી અને જિલ્લામાંથી 105 ર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 21,570 દર્દીઓને રજા અને જિલ્લામાં કુલ 7,679 દર્દીઓ સાજા થયા છે.
વિવિધ ઝોન મુજબ કોરોનાના આંકડા

ગુરુવારે સુરત શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 31 નવા પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે સૌથી ઓછા લીંબાયત ઝોનમાં 14 નવા કેસ સામે આવ્યા. જિલ્લાની વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ બારડોલી તાલુકામાં સૌથી 19 નવા કેસ સામે આવ્યા.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

સુરત શહેરમાં એક્ટિવ કેસ પૈકી કુલ 757 લોકો હોસ્પિટલમાં છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં દર્દી106 ઓ છે અને સ્મીમેર હોસ્પિટલમાં 106 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શહેરમાં હાલ 28,817 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જિલ્લામાં હાલ 4914 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : અગ્નિશામક દળના 1,080 જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં
