સુરતએ ઘણા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્વચ્છ, સુંદર, સ્માર્ટ પછી સુરતે વધુ એક ખિતાબ મેળવ્યો છે. યુનેસ્કો(UNESCO)એ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર પુનઃસ્થાપિત થવામાં સુરતને વિશ્વમાં ચોથું સ્થાન આપ્યું છે. અને સુરત શહેર(Surat City)ને નેટેકસ્પ્લો એવોર્ટ(Netexplo award) એનાયત કરાયો છે.
સુરત ભારતમાં સૌથી ઝડપથી વિકસિત થતું શહેર બન્યું છે. સાથે જ સુરત રોકાણકારોની પસંદ માટે મોખરે છે. સુરત શહેર, સ્વચ્છ શહેર, ડાયમંડ સીટી ટેક્સ્ટાઇલ સીટી, સ્માર્ટ સીટી અને હવે રેઝિલિયન્ટ સીટીમાં પણ વિશ્વમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. સુરત પ્લેગ અને પૂર જેવી પરિસ્થિતમાં પણ બહાર આવ્યું છે કોરોના વાયરસના કહેર વચ્ચે પણ સુરત શહેર ઝડપીથી પુનઃસ્થાપિત થઇ રહ્યું છે

સુરત શહેરની સિદ્ધિની વ્યૂહરચના
- 2016થી 2025 સુધીના દાયકામાં 20 લક્ષયાંક, 63 એક્શન પ્લાન્ટ સાથે 7 વિકસિત સિદ્ધિની વ્યૂરચના
- એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં નવી સુવિધાઓ સાથે પર્યાવરણને અનુરૂપ અને કુદરતી વાતાવરણનું સરંક્ષણ થાય એ બાબતને ધ્યાનમાં રાખી ગૃહનિર્માણ કરવામાં આવી રહ્યા
- અન્ય ઘણા પ્રોજેક્ટો શહેરમાં સાકાર થનાર
આ પણ વાંચો : 24 કલાકમાં સુરતમાં નોંધાયા 276 કોરોનાના નવા પોઝિટિવ કેસ, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ ?

વિશ્વમાં રેઝિલિયન્ટ સીટી 2020માં સુરત ચોથા ક્રમે
1994માં શહેરમાં બ્યુબોનિક અને ન્યુમોનિયા પ્લેગના રોગચાળાએ અર્થતંત્રને ભારે નુકશાન પહોચાડ્યું હતું. 50 જેટલા લોકોના મોત થયા હતા. સાથે રેલ અને નબળા બાંધકામને કારણે પણ ઘણી જાનહાની થઇ હતી. પરંતુ અડગ રહી બમણાં જોશથી વિકાસ યાત્રાને ચાલતું રહ્યું.
સુરત શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીને લઇને સૌથી વધુ સંક્રમિત કેસો જોવા મળ્યાં હતા. જો કે તંત્ર દ્વારા કોરોના સામેની જંગ સામે મજબૂતી તેમજ કડક પગલા ભરી હાલ આંકડાઓ નિયંત્રણ આવી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો : રાજ્યની દિવાની કોર્ટોનું ભારણ ઘટશે, સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયકને મંજૂરી
