અમિતાભ બચ્ચનના એક ટવિટએ બબાલ મચાવી દીઘી હતી. ગત કેટલા દિવસોથી મુંબઈમાં મેટ્રોયાર્ડના નિર્માણ માટે આરે વનમાં 2700 થી વધારે વૃક્ષ કાપવાના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યો છે. આ પ્રોટેસ્ટમાં એકટ્રેસ શ્રદ્ધા કપૂર પણ જોડાઈ હતી. લોકોએ ટવિટર પર સરકારથી એમના વિચારને પુનઃવિચાર કરવા તેમજ આ વિચારને ટાળવાનું પણ કહ્યું હતું. કારણકે મેટ્રો જો બનશે તો વૃક્ષને કાપવા પડશે પરંતુ અમિતાભે મુંબઈ મેટ્રોના સપોર્ટમાં ટવિટ કર્યું.
ટવિટ બાદ લોકો ભડકી ગયા અને તેમના ઘરની બહાર પ્રદર્શન કરવા લાગ્યા. હવે અમિતાભ બાદ અક્ષય કુમારે પણ મેટ્રોના સપોર્ટમાં ટવિટ કર્યું છે.
અક્ષયે ટવિટર પર એક વીડિયો શેર કર્યો. તેણે કહ્યું આજે મેં મુંબઈ મેટ્રોમાં બોસની જેમ સફર કર્યો. ઘાટકોપરથી લઈને વર્સોવા સુધીની યાત્રામાં અત્યંત વ્યસ્ત ટ્રાફિક ને પણ હું પાછળ છોડવામાં સફળ રહ્યો. 2 કલાકની સફર ફક્ત 20 મિનિટમા પૂરો કરવાના સાથે જ હું અને મારો મિત્ર શહેરના બીજા વિસ્તાર સુધી પહોંચવામાં સફળ રહ્યા.
અગાઉ અમિતાભ બચ્ચનએ સોશિયલ મીડિયા પર એક ટવિટ કરી મુંબઈ મેટ્રોની તારીફ કરી હતી. તેમણે કહ્યું હતું, ‘આ પ્રદૂષણનો સમાધાન છે. મારા એક મિત્રને મેડીકલ ઈમરજન્સી હતી, તેણે કારને છોડી મેટ્રો ટ્રેનને પસંદ કરી. પરત ફરી તેણે જણાવ્યું મેટ્રો ઝડપી, સુવિધાજનક અને એકદમ બરાબર છે. બિગ બી એ આગળ લખ્યું, ‘પ્રદૂષણનો સમાધાન, ‘અધિક વૃક્ષ રોપો, મેં મારા ગાર્ડનમાં લગાવ્યા છે. શું તમે લગાવ્યા છે’?
