“જો જાગત હે વો પાવત હે, તો સોવત હે વો ખોવત હે” મતલબ જે જાગે છે એ મેળવે છે અને જે સુતા રહે છે એ ગુમાવે છે આ કહેવતને બેંગ્લુરુ સ્થિત ઓનલાઇન સ્લીપીંગ સોલ્યુશન કંપની Wakefit.com દ્વારા આપવામા આવતી તક તદન ખોટી પાડી રહી છે.
બેંગ્લુરુ સ્થિત સ્ટાર્ટ-અપ Wakefit.com દ્વારા એક ખાસ ઇન્ટર્ન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેનુ નામ છે ‘વેકફીટ સ્લીપ ઇન્ટર્નશીપ.’ આ ઇન્ટર્નશીપમાં ભાગ લેનારને મળે છે 9 કલાક સુવાના 1 લાખ રૂપિયા.

જી, હા આ ઇન્ટર્નશીપ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારોએ 100 દિવસ સુધી રોજ 9 કલાક સુઇને 1 લાખ રૂપિયા મેળવી શકે છે.
આ ઇન્ટર્નશીપના ભાગરૂપે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને વેડફીટ તરફથી મેટ્રેસ આપવામા આવે છે આ ઉપરાંત ‘સ્લીપ ટ્રેકર તથા સ્લીપ એક્સપર્ટ દ્વારા રેગ્યુલર કાઉન્સીલીંગ પણ આપવામાં આવે છે.
‘વેડફીટ’ના કો.ફાઉન્ડર ચૈતન્ય રામલિંગે ગોવડાના કહેવા અનુસાર “અમે દેશના શ્રેષ્ઠમાં ઉંઘવા વાળાની ભરતી કરવાનુ વિચારી રહ્યા છે. જેઓ પોતાના જીવનમાં ઉંઘને અગ્રતા આપવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતા હોય છે”

ચોક્કસ પણે આ સૌ કોઈના સપનાની નોકરી છે. પરંતુ અહી સિલેક્ટ થવા માટે ઘણા બઘા ઇન્ટરવ્યુસના રાઉન્ડ પસાર કરવા પડે છે અને સિલેક્ટ થયેલા પાંચ-સાત લોકોને આ જોબ ઓફર થાય છે.

વેડફીડના ફાઉન્ડર ગર્ગના જણાવ્યા મુજબ આ એક રીસર્ચ અને ઈનોવેશન દ્વારા ચાલતી સ્લીપ સોલ્યુશન કંપની છે. વેડફીડના પ્રોડક્ટસ પર નજર કરીએ તો અહીં મેટ્રેસીસ, તકીયા, મેટ્રેસ પ્રોટેક્ટર કમ્ફર્ટર તથા નેક પીલો જેવી ઘણી વસ્તુઓનો સમાવેસ થાય છે.
Entrepreneur કૃણાલ નાયકની કલમે
