સુરત ટ્રાફિક પોલીસ, વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ અને પાર્શ્વ અહિંસા સંઘ દ્વારા અબોલ પશુ-પક્ષીઓને વધતી ગરમીમાં રાહત મળે તે માટે પાણીના કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં જીવદયા પ્રેમી વ્યક્તિઓનો સહયોગ રહ્યો હતો. સાથે જ ટ્રાફિક અવેરનેસ માટે જુદા જુદા ફોટા સાથેના ડિસ્પ્લે તૈયાર કરી લોકોને બતાવી રોડ સલામતી અને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા જેથી રોડ પર થતા અકસ્માત અટકે અને લોકો સલામત રહે.


જેમાં મુખ્ય અતિથિ તરીકે ACP મનિષ ઠાકર , રિઝન.4 અને અડાજણ ટ્રાફિક પી.આઈ પી.એ. આર્યા , રિઝન.4 હાજર રહ્યા હતા. જેમ જેમ ગરમીનો પારો વધે છે તેમ પશુ પક્ષીઓને પણ તકલીફ થાય છે . પશુ પક્ષીઓને આ બર્બરતી ગરમીમાં રાહત મળે એ માટે વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ અને પાર્શ્વ અહિંસા સંઘ દ્વારા આ નેક કામ કરવામાં આવ્યું.
