છેલ્લા કેટલાય મહિનાથી આસમાને પોહ્ચેલા ડુંગળીના ભાવ નીચે આવી શકે છે. સામાન્ય વર્ગ માટે ડુંગળી અંગે મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 1,25,000 ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. ડુંગળીની આ આવકના પગલે રિટેલ માર્કેટમાં આગામી દિવસોમાં ડુંગળીના ભાવ ઘટે તેવી શક્યતા છે. હાલમાં યાર્ડમાં 20 કિલો ડુંગળીનો ભાવ 1,100 રૂપિયા સુધી પહોંચ્યો છે.

આ માતબર આવકાના કારણે યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી. વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે જે કારણે ખેડૂતો સરકાર પાસે ભાવ વધારીની અપેક્ષા રાખી રહ્યા છે આ આવકને લઇ માર્કેટમાં 70-80 રૂપિયા કિલો વેચાતી ડુંગળી સસ્તા ભાવમાં મળી શકે છે પરંતુ આ માર્કેટમાં કયા સમયથી આવશે એ નક્કી થયું નથી.
