સુરતના RTO પાલ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ચાર ચક્રિય વાહનોના પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન રિ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લે તે માટે GJ05.RC, GJ05.RD, GJ05.RE, GJ05.RF, GJ05.RG, GJ05.RH, GJ05.RJ, GJ05.RK અને GJ05.RL સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરની રિ-ઓક્શનની મુદત વધારવામાં આવી છે.

- વાહનમાલિકોએ http:/ parivahan.gov.in/fancy પર તા.28/09 થી તા.01/10/2020 ના રોજ બપોરે 2.00 વાગ્યા સુધીમાં રિ-ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- તા.01લી ઓક્ટો.ના રોજ બપોરે 2.00 વાગ્યાથી તા.02 ઓકટો. સુધી બિડિંગ ઓપન થશે.
- તા.03 ઓકટો.ના રોજ ફોર્મ જમા કરવાના રહેશે.
- અરજદારોના સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.
- જો ફોર્મ આર.ટી.ઓ. કચેરીએ રજુ કરવું. જો તેમ નહિ કરવામાં આવે તો તેઓને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહિ
આ પણ વાંચો : કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી કોને શું થશે અને કાલે શું થશે ? : DyCM નીતિન પટેલ
વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી 60 દિવસના અંદરના અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સુરત દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
