જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લેવામાં આવ્યો અને આર્ટિકલ 370 ને ભારત સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી દિલ્હીમાં આવેલી જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં(JNU) એકવાર ફરીથી ભારત વિરોધી સૂર જોવા મળ્યા છે. સોમવારે મોડી રાતે JNU ના કેમ્પસમાં ફરી એકવાર આઝાદીના નારા લગાવવામાં આવ્યા.
મોડી રાત્રે કેટલાંક લોકોએ અંધારામાં નારેબાજી કરી અને આર્ટિકલ 370 ને પાછી લાવવાની માંગ કરી હતી. JNU માં ક્રાંતિનો ઝંડો ઊંચો કરનારાઓની ભાષા ખૂબ જ આપત્તિજનક રહી છે. એમને સેનાને લઈને પણ ઘણા અપશબ્દોનો ઉચ્ચાર કર્યો. હદ તો ત્યારે જ્યારે JNUમાં લાલ સલામના નારા લગાવનારા આ લોકોએ પોતાને ભારતીય હોવાનો અસ્વીકાર કર્યો.
JNUમાં મોડી રાત્રે અંધારામાં આ લોકો મીડિયાના કેમેરામાં આવવાથી ગભરાતા હતા. એક તરફ જ્યાં JNU આર્ટિકલ 370 ને પાછી લાવવાની માંગ કરી રહ્યું છે. ત્યાં જ, જમ્મુ વિશ્વવિધાલયના વિધાર્થીઓએ સોમવારે જશ્ન મનાવ્યો. બીજા રાજ્યોમાં પણ જશ્ન મનાવવામાં આવ્યું. લોકોએ પોતાના ઘરેથી બહાર આવીને અને ફટાકડા ફોડીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.