સુરત કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગતા 2 લોકોના મોત થયા છે જ્યારે આ ઘટનામાં 125 લોકોને રેસક્યૂ કરવામાં આવ્યા હતા. કડોદરા GIDCમાં આગ લાગી હતી જેની જાણ ફાયરબ્રિગેડને થતા ઘટનાસ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સુરત ફાયરબ્રિગેડને સવારે 4.30 વાગ્યે ફાયરનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે તાત્કાલિક રેસક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

એસડીએમ કે.જી.વાઘેલાએ કહ્યુ કે, આ બિલ્ડિંગમાં 125થી વધારે લોકો હતા. આગ લાગ્યા બાદ તમામ લોકોને ફાયર વિભાગે રેસક્યૂ કરી લીધા છે. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતા તેનું મોત થયુ છે. સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યુ કે, મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાની જાણ થઇ હતી અને તરત ઘટનાસ્થળે રવાના થઇ હતી.
મળતી માહિતી અનુસાર સુરત કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતા ત્યા કામ કરતા કેટલાક લોકોએ ઉપરથી કૂદરો મારી પોતાનો જીવ બચાવ્યો હતો. આ આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી.