પાકિસ્તાન દરેક વખતે એવી કંઈક-કંઈક ને હરકત કરે છે જેનાથી તે પોતે હાસ્યાસ્પદ બની જાય છે. હાલામાં જ પાકિસ્તાની સેનાના પ્રવકતા આસિફ ગફુરે રવિવારે ભારતીય વાયુસેનાના પૂર્વ એર માર્શલ ડૅઝીલ કીલોરનો એક ખોટો વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયો સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યો છે.
વીડિયોને 26 ફ્રેબ્રુઆરીમાં થયેલી બાલાકોટ એર સ્ટ્રાઈક સાથે જોડવામાં આવ્યું રહ્યું છે. વીડિયો ખોટો સાબિત થયા પછી ટ્વિટર પર યૂઝર્સે પાક સેનાના ટ્રોલ કર્યું. આના પછી ગફુરે વીડિયો ખોટો હોવાની વાત સ્વીકારી. આસિફ ગફુર દ્વારા જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. તેનામાં આવો દાવો કરવામાં આવ્યો છે કે, એર સ્ટ્રાઇકના એક દિવસ પછી 27 ફેબ્રુઆરીએ એર માર્શલ કીલોર ભારત અને પાકના લડાકુ વિમાનોની વચ્ચે થયેલી ડોગફાઈટમાં ભારતીય વાયુસેનાની નિષ્ફળતા વિષે વાત કરી રહયા છે.
આ પણ વાંચો : જાતિ વ્યવસ્થાનું દુષણ દૂર કરવા માટે એક પગલું, હરિયાણાના ગામડાઓએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
પરંતુ, સોશિયલ મીડિયા યૂજર્સે તાત્કાલિક પાકિસ્તાનને ખોટું સાબિત કરી દીધું. એમને જણાવ્યું કે આ વીડિયો 2015માં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે બાલાકોટ એર સ્ટ્રાઈક કરતાં અંદાજીત 4 વર્ષ પહેલાનો છે. આ વીડિયો યુટ્યુબ પર 9 ઑગસ્ટ, 2015 માં વાઇલ્ડરનેસ ફિલ્મસ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેનામાં કીલોર 1962 અને 1965 માં થયેલા યુધ્દ્દ વિષે વાત કરી રહયા છે.

ગફુર કાલે ચંદ્ર પર જવાનો પણ દાવો કરી શકે છે
ગફુરે પોસ્ટ કરેલા વીડિયોમાં જમણી બાજુ એક વિમાનની ફૂટેજ દેખાય છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ વિમાન વિંગ કમાંડર અભિનંદનનો વર્તમાનનો છે. પરંતુ, ભારતીય સેનાએ કહ્યું કે એફ-16 ને ધડક આપ્યા પછી એનું વિમાન પીઓકેમાં ક્રેશ થઇ ગયું હતું. એક અન્ય યુઝર્સે લખ્યું કે, ગફુર કાલે ચંદ્ર પર જવાનો પણ દાવો કરી શકે.
વીડિયો સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યો
સોશિયલ મીડિયા પોતાનો જુઠો ચહેરો સામે આવતાં ગફુરે એક અન્ય ટ્વિટ કરીને આનો સ્વીકાર કર્યો કે, એમના દ્વારા પોસ્ટ કરેલા કીલોરના વીડિયો સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યો હતો. પણ ડીજી આઇએસપીઆરે ઔપચારિક રીતે માફી નથી માંગી અને આ વીડિયો હજુ સુધી ડિલીટ નથી કરવામાં આવ્યો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.