આઝાદી પછી હૈદરાબાદના 7માં નિઝામની સંપત્તિને લઇ બ્રિટન ની કોર્ટમાં ચાલી રહેલા કેશમાં ભારતની જીત થઇ છે. બ્રિટનની એક હાઇકોર્ટે વિભાજન પછી થી જ બ્રિટિશ બેન્કના એકાઉન્ટમાં પડેલી નિઝામની 3.5 કરોડ પાઉન્ડ એટલે 306 કરોડ રૂપિયા પર પાકિસ્તાનનો દાવાને ફગાવ્યો છે
નાઓમી કેન્ટ, લંડન : આઝાદી પછી હૈદરાબાદના 7માં નિઝામની સંપત્તિને લઇ બ્રિટનની અદાલતમાં ચાલતા કેશમાં ભારતની જીત થઇ છે. બ્રિટનની એક હાઇકોર્ટમાં વિભાજન પછી થી જ એક બ્રિટિશ બેન્ક એકાઉન્ટમાં પડેલા નિઝામના 306 કરોડ રૂપિયા પર પાકિસ્તાનનો દાવો ફગાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આ સંપત્તિ ભારત અને નિઝામના ઉત્તરાધિકારીના હકની છે. જસ્ટિસ માર્કસ સ્મિથએ 140 પેજના નિર્ણએ યમાં 3.5 અરબ પાઉન્ડ પર ભારત અને નિઝામના અધિકારને સ્વીકાર્યો છે
આ સંપત્તિને ભારત સરકાર અને નિઝામના ઉત્તરાધિકારી ઓ વચ્ચે વિભાજીત થશે, આ સંપત્તિને લઇ બંને પક્ષ વચ્ચે એક ગુપ્ત સમજોતો થઇ ચુક્યો છે. હવે આ સંપત્તિ ભારત અને સાતમા નિઝામ ઓસમાન અલી ખાન આસિફના પરિવારના આઠમા નિઝામ અને એમના ભાઈ વચ્ચે વહેંચાશે.
ક્યારે શરુ થયો વિવાદ
સમગ્ર વિવાદની જડમા 10 લાખ પાઉન્ડ અને એક જીન્નીની એ રકમ હતી, જેને 1948માં હૈદરાબાદના નિઝામે એક સરકારી બેન્ક ખાતાથી બીજા સરકારી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. 20 સપ્ટેમ્બર 1948 માં 7માં નિઝામના નાંણાં મંત્રી નવાબ મોઇન નવાઝ જંગમાં આ રકમને લંડન સ્થિત એક બીજા સરકારી બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કાર્ય હતા. જે સરકારી બેંકમાં રકમ ટ્રાન્સફર થઇ હતી, એ એકાઉન્ટનું સંચાલન હબીબ ઇબ્રાહિમ રહીમતુલા કરી રહ્યાં હતા જે સમયે બ્રિટન માં પાકિસ્તાનના ઉચ્ચ કમિશનર પણ હતા. આ બધું એ સમયે થઇ રહ્યું હતું જયારે હૈદરાબાદની રિયાસતનું ભારતમાં સામવેશની પ્રક્રિયા ચાલુ હતી.
નિઝામના ઉત્તરાધિકારી અને પાકિસ્તાને કરેલ દાવો
7માં નિઝામના પરિવાર- મુકર્રમ જાહ અને એમના નાના ભાઈ મુફફકામ જાહને આ ફંડ દાવો કરતા કહ્યું કે 24 એપ્રિલ 1963માં એમના દાદા દ્વારા સ્થાપિત એક ટ્રસ્ટ ને ગિફ્ટ કરી દેવાયું હતું. બીજી બાજુ, પાકિસ્તાને પણ આ રકમ પર કેશ કરતા કહ્યું હતું કે એની પણ એમનો હક છે પાકિસ્તાનનું કહેવું હતું કે આ રકમ ને તત્કાલીન રિયાસતને પાકિસ્તાનને એટલા માટે આપ્યું હતું જેથી હૈદરાબાદ ની સેનાએ ને હથિયાર મળી શકે જે પર ભારત કબ્જો કરી હુમલો કરવાનું હતું.
પછી ભારતે પણ માંદયો દાવો
શરૂઆતમાં વિવાદ મીર ઓસમાન અલી ખાન અને પાકિસ્તાન વચ્ચે હતો. બાદમાં ભારતે પણ એ સંપત્તિ પર દાવો માંડ્યો કારણ કે 1965માં નિઝામ આ પૈસા પર હક માટે ભારત સાથે આવી ચુક્યો હતો.
ભારત અને હરીશ સાલવેની બીજી જીત
મશહૂર વકીલ હરીશ સાલવેની કુલભૂષણ જાધવ કેશન પછી આ બીજી હાઈપ્રોફાઈલ જીત જીત છે. યુકે કોર્ટમાં નિઝામની સંપત્તિ અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ માં ઇન્ડિયન નેવીના પૂર્વ ઓફિસર જાધવ થી જોડાયેલ કેશ મતલબ બંને હાઈપ્રોફાઈલ મામલામાં હરીશ સૉલવેં ભારતના વકીલ હતા. ખાસ વાત એ છે કે બંને જ મામલામાં ખાવર કુરેશી કયૂસી પાકિસ્તાનના વકીલ હતા. બંને મામલામાં જ ભારતની જીત થઇ છે. નિઝામની સંપત્તિ પર ભારતનો દાવો માન્ય થયો જયારે જાધવની ફાંસી પર અંતરિમ રોક અને ત્યાં સુધી ભારતને કોન્સુલર એક્સેસ મળ્યું હતું.