પાકિસ્તાને 139 દિવસ પછી ભારતીય સહીત અન્ય વિમાનો માટે પોતાનુ એરસ્પેસ સોમવારે રાત્રે 12:41 વાગે ખોલ્યું. હવે ભારતના યાત્રી વિમાન પાકના ઉપરથી થઈને યુરોપ-ઉત્તર અમેરિકા અને ખાડીના દેશોમાં જઈ શકે છે.
ભારતીય વાયુસેનાએ પુલવામા હમલા પછી 20 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમમ્દના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. તે પછીના જ દિવસે પાક વિમાનોએ કશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો. ત્યારથી જ પાકે ભારત માટે એરસ્પેસ બંધ કર્યુ હતું.
ત્યાર બાદ યુરોપ અને ખાડી દેશોની તરફ જવા માટે તમામ ફલાઇટો ગુજરાતના ઉપરથી થઈને અરબસાગર પાર કરીને જતી હતી.
ગત્ત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO સમિટમાં શામેલ થવા માટે કિર્ગીસ્તાન જવના હતા ત્યારે પાકે મોદી માટે 48 કલાક સુધી પોતાનું એરસ્પેસ ખુલ્લું મૂક્યું હતું. પણ મોદીએ પાક એરસ્પેસનો ઉપયોગ કર્યો નહિ.
એર ઇન્ડિયાને 139 દિવસમાં કરોડોનું નુકસાન
પાકિસ્તાન સિવિલ એવિએશન એથોરિટીએ એરસ્પેસ પરના લાગેલા પ્રતિબંધને બધા નાગરિક ઉડ્ડયન માટે તાત્કાલિક પ્રભાવથી હટાવી દીધો. સૂત્રોના અનુસાર ભારતીય વિમાન જલ્દી જ પાક એરસ્પેસનો ઉપયોગ કરી શકશે.
પાક એરસ્પેસ બંધ હોવાથી એર ઇન્ડિયાને અંદાજિત રૂ.491 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના ડેટા અનુસાર દરરોજ આશરે 233 વિમાનોના 70 હજારની આસપાસ યાત્રીઓને મુશ્કેલી થઇ હતી. તેમને નિશ્ચિત સ્થાન સુધી પહોંચવામાં દોઢ થી બે કલાક જેટલો વધારાનો સમય હાલ લાગી રહ્યો છે.
