જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પછી કાશ્મીર કરતાં પાકિસ્તાનમાં તણાવ વધી ગયો છે. હવે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને અટકાવી દીધી છે. આ પહેલા પાકિસ્તાને ભારતની સાથે વેપારી સંબંધો પણ તોડી દીધા હતાં. જે પછી હવે ભારતીય ફિલ્મો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે
ગઇકાલે રઘવાયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્રારી સંબંધો ઘટાડી દીધા છે. આટલું જ નહીં પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષિય વ્યાપારિક સંબંધો સસ્પેન્ડ કરી દીધા છે.
મળતી માહિતી પ્રમાણે સમજૌતા એક્સપ્રેસનાં યાત્રીઓ અટારી બોર્ડર પર ફસાયાલા છે. પાકિસ્તાનમાં મોકલેલી ટ્રેનને હજી પરત મોકલવામાં આવી નથી. સમજૌતા એક્સપ્રેસ રોકાવવા અંગે હજી ભારતને કોઇ જ જાણકારી આપવામાં આવી નથી.
એવું પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાની સૂચના પ્રસારણ મંત્રીએ આપેલી માહિતી પરથી પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેની સાથે જ ભારત પર વેપાર પછી વધુ એક પ્રતિબંધ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : 370 પર પાકિસ્તાનની ચાલ ઉંધી પડી, અમેરિકાએ પાકને જ ચેતવણી આપી, તો ભારત માટે પણ કહ્યું…
બુધવારે પાકિસ્તાનના રાજદ્રારી સંબંધો ઓછા કરવા અને ભારત સાથે બધા દ્વિપક્ષીય વેપારને સસ્પેન્ડ કરવાનો સંકલ્પ લેવા સિવાય ઘણા મોટો નિર્ણયો લીધા હતા.
