હાલમાં ચાલતી કોરોના ચાલતી મહામારી વચ્ચે ગુજરાત સરકારે પાંજરાપોળ સંસ્થાઓને આત્મનિર્ભર બને તે માટે સહાય યોજનાઓની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી આ યોજનાઓ અંતર્ગત ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ, ગ્રીન ફોડર બેલર, ચાફકટર, ઇરીગેશન સીસ્ટમ અને પાણી માટે પાઇપલાઇન માટે સહાય આપવામાં આવશે. સરકારની આ સહાયનોએ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
કઈ સહાય મળશે ?
- ટ્યુબવેલ બનાવવા, સોલાર ઇલેક્ટ્રીક પેનલ, ઇરીગેશન સિસ્ટમ માટે મળશે સહાય
- ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
- 1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે
- સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની સહાય
- ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય
- ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય
- 4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે
- સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ 5 લાખ સહાય
- રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય
આ પણ વાંચો : આ કંપની રાજ્યમાં મોટું રોકાણ કરી બનાવશે ઉડતી કાર
