કોરોના વાયરસ(Corona virus)ને કાબુમાં લેવા માટે દેશમાં લોકડાઉન(Lockdown) લગાવવામાં આવ્યું હતું. જેને લઇ લગભગ ત્રણેક મહિના સુધી ધંધા-રોજગાર બંધ રહ્યા અને લોકો ઘર માંથી બહાર નીકળી ન શકતા હતા. જેને લઇ લોકો આર્થિક સંકટમાં આવી ગયા. ત્યારે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે. સરકાર દ્વારા હજુ સુધી ફી માફીને લઇ કોઈ જાહૅરાત કરવામાં આવી નથી. ત્યારે હવે હજારો વાલીઓ બાળકોને ખાનગી શાળામાં(Private School)થી સરકારી શાળાઓ(Government School)માં પ્રવેશ લેવા તરફ વળ્યા છે. જેને લઇ સરકારી શાળોમાં પ્રવેશ(Admission) લેનારાની સંખ્યા સતત વધી રહી છે.
ખાનગી શાળા
ખાનગી શાળાઓની વાત કરીએ તો વાલીઓની હાલની આર્થિક હાલતના કારણે ખનગી શાળાઓની ફી પરવડે એવું નથી. ખાનગી શાળાઓમાં ધો. ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓમાં પણ ૩૦ થી ૩પ હજારની ઉંચી વાર્ષિક ફી લેવામાં આવી રહી છે ઉપરાંત પાઠય પુસ્તક અને ડ્રેસ સહિતનાં નામે વાલીઓને ખંખેરવામાં જ આવી રહયા છે
સરકારી શાળા
ત્યારે સરકારી શાળાની વાત કરીએ તો, ગામડાઓમાં કેટલીક સરકારી શાળાઓ ખાનગી કરતા સારી છે. ત્યાં પાઠય પુસ્તકો મફત અપાઈ રહ્યા છે ફી દરેકને પોષાય તેવી હોય છે. મળતા આંકડા મુજબ જસદણ તાલુકામાંથી ૧૮૪ બાળકોએ અને ઘોઘાવદરમાં ૩પ બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે અને આખા જિલ્લાનાં આ વર્ષનાં આંકડા ગત વર્ષના ર૩૦૦ કરતા વધી જશે તેવી ધારણા છે.
આ પણ વાંચો : આરોગ્ય મંત્રી ખોવાયા છે, સુરતમાં લાગ્યા પોસ્ટર
