સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સની ટેન્સન દૂર કરવા ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ અમુક ક્રિકેટરોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે તણાવ માટે બહાર આવીને વિજય મેળવી શકાય છે. તેમણે એક સવાલના જવાબમાં ક્રિકેટ મેચનું ઉદાહરણ આપતા કહ્યું કે, “2001માં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ હતી. ભારતીય ટીમ કપરી સ્થિતિમાં હતી. લોકો ગુસ્સામાં હતા. જોકે તમને યાદ હશે કે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે આખો દિવસ બેટિંગ કરી હતી અને મેચનું રૂપ બદલી નાખ્યું હતું. તેમણે ટીમને શાનદાર રીતે જીત અપાવી હતી. આપણા વિચાર મક્કમ હોય તો કોઈપણ પરિણામ બદલી શકીએ છીએ.”
કુંબલેનો કર્યો ઉલ્લેખ

એમણે અનિલ કુંબલેનું ઉદાહરણ આપતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. પીએમ એ કહ્યું 2002ની મેચમાં કુંબલેને જડબાંમાં બોલ વાગ્યો હતો. બધા વિચારી રહ્યા હતા કે તે બોલિંગ કરી શકશે કે નહીં. તેઓ માત્ર મેદાન પર આવ્યા જ નહિ પરંતુ તેમણે બ્રાયન લારા જેવા બેટ્સમેનની વિકેટ પણ લીધી. આ પ્રેરણા અને સકારત્મક વિચારનો જ કમાલ હતો. આ મેચ કુમ્બલેના ક્રિકેટ કરિયલની મિલનો પથ્થર સાબિત થયો.
ભારતે ફોલોઓન પછી મેચ જીતી

મોદી જે મેચની વાત કરી જે મેચ 2001માં સિરીઝની બીજી ટેસ્ટ જે 11 માર્ચ એ શરૂ થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્ટીવ વોની 445 રન કર્યા હતા. જવાબમાં ભારત 171 રનમાં ઓલઆઉટ થતા કાંગારુંએ ફોલોઓન કર્યું હતું. બીજી ઇનિંગ્સમાં વીવીએસ લક્ષ્મણે 281 અને રાહુલ દ્રવિડે 180 રનની ઇનિંગ્સ રમીને મેચનું રૂપ બદલ્યું હતું. બંનેએ 376 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા અંતિમ દિવસે 383 રનચેઝ કરતા 212 રનમાં ઓલઆઉટ થતા ભારત 171 રને મેચ જીત્યું હતું.
કુંબલેએ તૂટેલા જડબા સાથે બોલિંગ કરી

વેસ્ટઇંડીઝ વિરુદ્ધ સેન્ટ જોન્સમાં 2002માં રમાયેલ આ મેચમાં અનિલ કુમ્બલે ફ્રેક્ચર જબડા સાથે ઉતર્યા હતા આ ઇજા તેમને બેટિંગ કરતા થઇ હતી. ભારતે પ્રથમ દાવમાં 513/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં 629/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી અને મેચ ડ્રો રહી હતી. જોકે અનિલ કુંબલેને જડબામાં બોલ વાગ્યા છતાં તે બોલિંગ કરવા આવ્યો તે મેચની હાઈલાઈટ હતી. કુંબલેએ બ્રાયન લારાને 4 રને એલબીડબ્લ્યુ કર્યો હતો.
