સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે. જેમાં ઘણા લોકો કોરોના સંક્રમિત થયા છે. હાલમાં, કોઈ દવા શોધાઈ ન હોવાથી ઘણા લોકોના મોત થઇ રહ્યા છે. સામાન્ય લોકોની તુલનામાં ઊંચી ઇમારતોમાં રહેતા લોકોમાં કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતા વધારે છે. કારણ કે, ઊંચી ઇમારતોમાં એક જગ્યાએથી પાણી પહોંચાડવાનું હોય છે. બિલ્ડિંગના પાણી અને ગટર પુરવઠા પ્રણાલી દ્વારા કોરોના ફાટી નીકળવાનું જોખમ વધારે છે. આ ખુલાસો સ્કોટલેન્ડની હેરિઓટ વોટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા દ્વારા કોરોના વાયરસ ફેલાય તે અસામાન્ય પણ શક્ય વસ્તુ છે.
જો બિલ્ડિગના પ્લમ્બિંગ સિસ્ટમમાં વાયરસનો ચેપ ફેલાય તો શક્ય છે કે તેનાથી ઘણા લોકો પ્રભાવિત થાય. આજ પ્રકારની ઘટના 2003માં બની હતી. એમોય ગાર્ડન્સમાં 33 થી 41 માળની ઘણી ઇમારતો હતી. જેમાં લગભગ 19 હજાર લોકો રહેતા હતા. તે સમયે સાર્સ વાયરસ ફેલાયો હતો અને આ વાયરસનો ચેપ બિલ્ડિંગોમાં રહેતા 300 લોકોને લાગ્યો હતો. જેમાં, 42 લોકોનાં મોત થયા હતા. આ વાયરસ પાણી પુરવઠાની પાઇપલાઇન દ્વારા ફેલાયો હતો. જે પ્રકારે આ વાયરસ ફેલાયો તે જ પ્રકારે કોરોના પણ ફેલાવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો : કોરોના : રાજ્યમાં વિવિધ માર્કેટિંગ યાર્ડ સ્વંયભૂ બંધ
માટે, લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. જો, બાથરૂમમાંથી દુર્ગંધ આવે તો તરત જ પાઈપોની તપાસ કરાવો. શૌચાલયની નળી ક્યારેય ખુલી ન રાખો. તેને સીલ કરો. તે ઉપરાંત, જો પાઇપલાઇનમાં કોઈ ક્રેક દેખાય તો તેને તરત જ બંધ કરો. ઇમારતોની જાળવણી કરનારાઓએ સમયાંતરે ઇમારતોની પાઈપોની તપાસ કરાવી જોઈએ. લોકોને તેમના ઘરોમાં પાઇપલાઇનનું પરીક્ષણ કરાવવા માટે કહો. તે ઉપરાંત, સ્વછતા રાખીને જીવાણુનાશક દવાઓનો સમયાંતરે છંટકાવ કરતા રહો.
