સુરતમાં કોરોના બેકાબુ બની ગયો છે. હાલમાં દરરોજ 300 ની આસપાસ કેસ આવી રહ્યા છે. હાલમાં, સુરતના ચાર-ચાર સ્મશાનો કોરોનાથી મૃત્યું પામેલા દર્દીઓની લાશોના નિકાલ માટે રહ્યા છે. સરકારના ઘણા પ્રયત્નો કરવા છતાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી. માટે અંતે સુરતીઓ આ વિશે જાતે કદમ ઉઠાવીને સ્વૈચ્છિક લૉકડાઉન તરફ આગળ વધી રહ્યા છે.

સુરતમાં ગુરુવારે ઘણા વિસ્તારોમાં દુકાનો બંધ રહી અથવા તો બપોર પછી દુકાનો ખોલવાનું ટાળ્યું હતું. હાલમાં, સ્મીમેરમાં સંખ્યા એટલી વધી રહી છે કે, જૂના દર્દીઓને રજા આપીને નવા દર્દીઓને એડમિટ કરવા પડી રહ્યા છે. તે ઉપરાંત શહેરના ચાર સ્માશનગૃહમાં કોરોનથી મૃત્યુ પામતા મૃતદેહોનો અંતિમ સંસ્કાર થતો હોવા છતાં પણ ઘણી તકલીફો આવી રહી છે. તે ઉપરાંત, હવે મૃતદેહોને દફવનાવવા માટે રોજ નવી જગ્યાઓ પર ખોદકામ કરીને કબરો બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સુરતમાં આ જગ્યાએ 1 રૂપિયામાં માસ્ક અને 5 રૂપિયામાં સેનિટાઇઝરની થઇ વહેંચણી, હજારો લોકોએ મેળવ્યો લાભ
હાલની પરિસ્થિતિની ગંભીરતા જાણી ને શહેરના હીરાબજાર, માર્કેટ વિસ્તાર બાદ હવે સામાન્ય દુકાનદારોએ પણ સ્વૈચ્છિક લૉકડાઉનને આ સંકટનો ઈલાજ માની ને પોતાના ધંધા-રોજગાર બંધ કરી રહ્યાં છે. અગાઉ શહેરીજનોએ કોરોના સંક્રમણ અટકાવવા સરકાર પાસે સત્તાવાર લૉકડાઉનની માંગણી કરી હતી. પરંતુ, કોઈ નિર્ણય ન લીધો હોવાના કારણે લોકો જાતે જાગૃત થઈને સ્વૈચ્છિક લૉકડાઉન પાળવા મજબુર બન્યા છે.
