કોરોનાનું સંક્રમણ વધતા ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. દુકાન, મોલ અને બજાર સહિત ઘણી જગ્યાઓ હજુ પણ બંધ હોવાને લીધે નોકરી-ધંધાને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને લોકો પોતોની સામાન્ય લાઈફ પર પાછા ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. તેવામાં ફ્રી સમયમાં લોકો Google પર ઘણી બધી વસ્તુઓ અંગે સર્ચ કરતા હોય છે, તેમાં એક વર્ડ એવો છે જે સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યો છે અને તે વર્ડ છે ‘How to start a Business’.
આ સિવાય સૌથી વધુ સર્ચ કપડા બિઝનેસ, સફાઈ, ટ્રેકિંગ, ડ્રોપશીપીંગ, ટી-શર્ટ અને ફોટોગ્રાફીને લઈને સર્ચ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સ્મોલ બિઝનેસ માટે પણ સર્ચ કરવામાં આવ્યું છે. Google ના સર્ચ રિપોર્ટ પ્રમાણે લોકો અશ્વેત ઉદ્યોગપતિ અને મહિલાઓને મદદ કેવી રીતે કરી શકે તે માટે સર્ચ કરતા જોવા મળ્યા છે. છેલ્લા 90 દિવસમાં સપોર્ટ લોકલ કી-વર્ડ અંગે પણ સર્ચ કરવામાં આવ્યું છે.

લોકો ફ્રી સમયમાં સતત નાના બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય તે અંગેની માહિતી Google પરથી મેળવી રહ્યા છે, તેમાં કપડાનો બિઝનેસ અને જ્વેલરીના બિજનેસ અંગે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડના મોત પછી Black owned business near me ને પણ સૌથી વધુ Google પર સર્ચ કરવામાં આવ્યું છે.
છેલ્લા 90 દિવસમાં સપોર્ટ લોકલ કી-વર્ડનું સર્ચ બેગણું વધી ગયું છે. લોકલ રેસ્ટોરન્ટના સર્ચમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ટ્રેન્ડ રિપોર્ટના કહેવા પ્રમાણે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સૂત્ર પછી લોકો તેમની આસપાસના લોકલ બિઝનેસને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.
