હાલના સમયે દરેક લોકો પાસે બેંકમાં ખાતુ હશે અને તે પણ એક કરતા વધારે. જે લોકો પાસે એક કરતા વધારે બેંકમાં ખાતાઓ ધરાવતા લોકોને થોડી મુશ્કેલી પડવાની છે. કારણ કે, હવે દરેક બેંક એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ જાળવી રાખવું પડશે. માટે, જો તમે કોઈ બેંક ખાતું ખોલ્યું છે જેનો તમે ઉપયોગ નથી કરતા, તો તે એકાઉન્ટ બંધ કરો. ન્યૂનતમ બેલેન્સની જાળવણી ન કરાતા બેંક દ્વારા ભારે ચાર્જ પણ વસૂલવામાં આવે છે.

બેંક એકાઉન્ટ બંધ કરવા પર નિષ્ણાતો જણાવે છે કે, બેંક એકાઉન્ટ બંધ કરતી વખતે તેનાથી સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજોને ડી-લિંક કરવાની જરૂર છે. કારણ કે, બેંક ખાતામાંથી રોકાણ, લોન, વેપાર, ક્રેડિટ કાર્ડ ચુકવણી અને વીમા સંબંધિત પેમેન્ટ લિંક્સ છે. આ રીતે તમે બેંક બંધ કરાવી શકો છો…

હાલના સમયે લોકો વારંવાર નોકરી બદલતા હોય છે. જેમાં, દરેક સંસ્થા તેમનું સેલરી ખાતું ખોલે છે. તેથી અગાઉ જે બેન્કમાં કંપનીનું ખાતુ હોય તે લગભગ નિષ્ક્રિય થઈ જાય છે. જો તમને સેલેરી એકાઉન્ટમાં ત્રણ મહિનાથી પગાર મળતો નથી, તો તે એકાઉન્ટ સેવિંગ ખાતામાં ફેરવાય છે. જેની સાથે તે એકાઉન્ટ માટે બેંકના નિયમો પણ બદલાઈ જાય છે. તેમાં, ન્યૂનતમ રકમ ખાતામાં જાળવી રાખવાની હોય છે. તેમ ન કરવા પર બેન્ક તમારી પાસેથી દંડ વસુલે છે જે ખાતામાંથી કાપવામાં આવે છે.
આ પણ વાંચો : શું ફૂડ પેકેજ દ્વારા ફેલાય છે કોરોના વાયરસ ?, WHOએ કર્યો ખુલાસો
આ સિવાય, વધુ એકાઉન્ટ હોવાથી દરેકના સ્ટેટમેન્ટ આપવાનું કાર્ય મુશ્કેલ બની જાય છે. તેમજ જો તમે નિષ્ક્રિય ખાતાનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તમને નુકસાન પણ થઈ શકે છે. જો તમારી પાસે ચાર અલગ અલગ બેંકમાં એકાઉન્ટ હોય જેમાં ઓછામાં ઓછું બેલેન્સ 10,000 રૂપિયા હોવું જોઈએ. જેના પર તમને વાર્ષિક વ્યાજ 4 %ના દરે મળશે. આ પ્રમાણે તમને લગભગ 1600 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે આ દરેક એકાઉન્ટ બંધ કરાવીને આ રકમ મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં રોકાણ કરો છો, તો તેના દ્વારા તમે ઓછામાં ઓછું 10 % વળતર મેળવી શકો છો.
