રાજ્યમાં અનેક જગ્યાએ બાયો ડીઝલ(Bio-diesel)ના નામે ઝેરી કેમીકલ્સનો ગેરકાયદેસર કારોબાર થાય છે. ત્યારે આ કારોબારને રોકવા પેટ્રોલ પંપોના સંચાલકોએ લડત શરુ કરી દીધી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા નિર્ણય લેવાયો છે. જેના ભાગ રૂપે 29 સપ્ટેમ્બરથી ‘નો પરચેસ; એટલે પેટ્રોલ ડીઝલ ન ખરીદવાનો નિર્ણય લીધો છે. છતાં કોઈ પગલાં ભરવામાં ન આવે તો અઠવાડિયામાં બે દિવસ માલ ન ઉપાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઝેરી ધુમાડો ઓકતા બાયોડીઝલના ગેરકાયદેશર વેચાણ સામે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન(FGPDA) દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા લડતના માર્ગે ઉતાર્યા છે.

અન્ન અને નાગરિક પુરવઠા અધિકારીને લખ્યો પત્ર
ફેડરેશને બુધવારે અન્ન અને નાગરીક પુરવઠા સચિવને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષથી ડુપ્લીકેટ બાયો ડીઝલનું વેચાણ થાય છે. જેના કારણે રાજ્ય, ગ્રાહકો, ડીલરો તેમજ પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. આ અંગે કેન્દ્ર સરકાર સંચાલિત ત્રણ ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા સરકારને અનેક રજૂઆતો કરી છતાં કોઈ ગંભીરતા ન દાખવતા આ કાળો બજાર ઘણો વધુ ગયો છે.
તેઓએ પત્રમાં જણાવ્યું, આ કાળા બજારો સામે કોઈ પગલાં ન લેવાતા ના છૂટકે દુઃખદ નિર્ણય લઇ 29 સપ્ટેમ્બરના રોજ ‘નો પરચેશ’નું એલાન નક્કી કર્યું છે. આ અંગે જો કોઈ પગલાં ન લેવાય તો અઠવાડીયામાં બે દિવસ મંગળવારે અને શુક્રવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહિ કરીએ.

પેટ્રોલ પંપ પર વેચાણ ચાલુ રહેશે
- ફેડરેશન દ્વારા 29 સપ્ટેમ્બર સુધી ‘નો પરચેશ’નું એલાન
- યોગ્ય પગલાં ન લેવાય તો મંગળવારે અને શુક્રવારે પેટ્રોલ પંપના સંચાલકો ઓઇલ કંપની પાસે પેટ્રોલ-ડીઝલ ન ખરીદે
- ગ્રાહકોને તકલીફ ન પડે માટે પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલુ રહેશે
રાજ્યના તમામ જિલ્લાને પગલાં લેવા આદેશ
ફેડરેશનની રજૂઆત પર બુધવારે અન્ન અને નાગરિક પુરવઠા સચિવ તુષાર ધોળકિયાએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને લેખિતમાં બાયો ડિઝલના ગેરકાયદેસર વેપાર સામે પગલાં લેવા જણાવ્યું છે.
આ પણ વાંચો : દેશમાં થશે ફરી લોકડોઉન, ગૃહમંત્રાલયે આપ્યો જવાબ
