સુરતના મુખ્ય રસ્તાઓ અને આંતરિક રસ્તાઓ પર ચારે તરફ વૃક્ષો જોવા મળે છે. જે સુરતને વધારે સુંદર અને હવાને સાફ રાખે છે. હવે સુરતમાં સપ્તપર્ણીના વૃક્ષો પણ જોવા મળશે. સુરતમાં તેનું પ્લાન્ટેશન વર્ષ 2002થી શરૂ કરવામાં આવ્યું હતું. સુરતમાં SMCએ અત્યાર સુધી લગભગ 2 લાખથી વધુ સપ્તપર્ણીના વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષ શહેરના તમામ વિસ્તારમાં જોવા મળે છે.
સપ્તપર્ણી વૃક્ષનું રાસાયણીક નામ એલ્સટોનિયા સ્કોલારિસ છે. તેના પ્રત્યેક ગુચ્છમાં સાત પર્ણો આવે છે. માટે તેને સપ્તપર્ણી કહેવાય છે. આ વૃક્ષની સુગંધ ત્યાંથી નીકળતા દરેક લોકોને અહેસાસ કરાવે છે. સપ્તપર્ણીના ફુલનો ઉપયોગ પૂજા ઉપરાંત આયુર્વેદમાં પણ વૃક્ષના પાંદડા, છાલ અને ફુલનો ઉપયોગ અનેક ઔષધિઓ બનાવવા થાય છે. આ સિવાય ચામડીના રોગ અને શરીરના આંતરિક અવયવો માટે થાય છે.
- જો પ્રસૂતિ પછી છાલનો રસ માતાને આપવામાં આવે તો દુધનું પ્રમાણ વધે છે
- છાલનો ઉકાળો પીવાથી શરીરના દર્દ અને તાવમાં રાહત મળે છે
- છાલનો ઉપયોગ રસ દાદર, ખંજવાળ અને ખંજવાળમાં રાહત આપવા થાય છે
- તેમજ પાંદડાઓનો રસ ખંજવાળ, દાદ, ખંજવાળ નાબૂદ કરવા અસરકારક છે
- શરદી અને તાવમાં સપ્તપર્ણીની છાલ, ગિલોયની દાંડી અને લીમડાના આંતરિક છાલનો ઉકાળો પીવાથી તાત્કાલીક રાહત મળે છે
- ઝાડામાં પણ સપ્તપર્ણીની છાલનો ઉકાળો ગુણકારી છે ઉકાળાનું પ્રમાણ 3 થી 6 મિલી હોવું જોઇએ અને ચાર કલાકે ઓછામાં ઓછું ત્રણ આપવું
આ વિશે ગાર્ડન વિભાગના અધિકારી ડો. એસ.જી.ગૌતમે કહ્યું કે, સુરતના રાંદેર રોડ, એલ.પી.સવાણી રોડ, કતારગામમાં ડભોલી અને અમરોલી વિસ્તારમાં પણ આ સુગંધી વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 15 ઓકટોબર સુધી વૃક્ષોમાં વધુ ફુલ રહે છે. તેમજ આ વૃક્ષ મેડિકલ ક્ષેત્રમાં પણ પણ વિશેષતા ધરાવે છે. તેમજ આ વૃક્ષ પૂર, વાવાઝોડાથી પણ અસર થતી નથી.