વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર UN માં 17 જુલાઈના રોજ એક મહત્ત્વનું ભાષણ આપશે. સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ પીએમ મોદી ન્યુયોર્કમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ એવા ટી.એસ. તિરુમૂર્તિના કહેવા પ્રમાણે UNSC માં જીત મેળવ્યા પછીનું પીએમ મોદીનું પહેલું સંબોધન હશે.
ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં તેમણે બધા દેશોને ભેગા થઈને આંતકવાદ વિરુદ્ધ લડવા માટે હાકલ કરી હતી. 2020ની શરૂઆતમાં જ ભારત બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું. ભારતને કુલ 192 વોટમાંથી 184 વોટ મળ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના પાંચ કાયમી સભ્યો છે, જેમાં અમેરિકા, રશિયા, ચીન, યુકે અને ફ્રાન્સનો સમાવેશ થાય છે, જ્યારે 10 બિન-સ્થાયી સભ્યો હોય છે.

ગયા વર્ષે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, યુએન જેવું સંગઠન હોવા છત્તાં ઘણા અલગ જી સમૂહ બની ગયા છે. ભારત પણ આવા સમૂહનો ભાગ છે પરંતુ આખી દુનિયા માટે એ સારુ રહેશે કે બધા અલગ જી બનવાને બદલે જી ઓલ બને. આ સિવાય ભારતીય સંસ્કૃતિના વખામ કરવાની સાથે યોગ અને લોકશાહીના મહત્ત્વને સમજાવ્યું હતું.
આ વર્ષે કોરોનાની મહામારીમાંથી આખી દુનિયાએ કેવી રીતે એક થઈને લડવું જોઈએ તે અંગે બોલશે તેવું માનવામાં આવી રહ્યું છે.
