PM મોદીએ ગુરુવારે દેશવાસીઓને કોરોના વાયરસથી જાગૃત રહેવાની અપીલ કરી હતી .તે દરમિયાન તેમણે કોરોના વાયરસની જાગૃતિ ફેલાવવા માટે લોકોનો સહયોગ માંગ્યો હતો. PM મોદીએ રવિવારે જનતા કર્ફ્યુનું પાલન કરવાની અપીલ પણ કરી હતી. 22 માર્ચે જાહેર કરાયેલા જનતા કર્ફ્યુમાં લોકોને સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ઘરની બહાર નહિ નીકળવાનું જણાવ્યું છે.
વડા પ્રધાનની ‘થાળી-તાળી’ અપીલ

PM મોદીએ લોકોને કહ્યું હતું કે, 22 માર્ચે તેઓ પોતાના ઘરોથી તાળીઓ પાડીને, થાળીનો અવાજ કરી, ઘંટડી વગાડીને, શંખ વગાડીને એક-બીજાનો આભાર માને અને આ કોરોના વાયરસ સામે લડવાની એકતા બતાવે. PM મોદીની આ અપીલ બાદ સોશિયલ મીડિયા પર ‘થાળી-તાળી’ ની ટીકા થઈ હતી, જ્યારે બીજી તરફ કેટલાક લોકોએ તેની પ્રશંસા પણ કરી છે.
આ પણ વાંચો : કોરોના અસર : પોતાનો સુરતી મિજાજ છોડી આખું શહેર જ બન્યું શાંત, ફોટોથી સમજો ગંભીરતા
કેટલાક લોકોએ કહ્યું કે, આ ગરીબીનું નિશાની છે અને PM સુવિધાઓ વધારવાનો ઢોંગ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ અવાજ ફેલાવીને રોગને નાબૂદ કરવાનો આયુર્વેદિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જણાવ્યું છે.
આયુર્વેદિક અને ધાર્મિક તથ્ય શું છે

ભારતીય સનાતન ધર્મ અને આયુર્વેદ અનુસાર, વાતાવરણમાં અવાજો પેદા કરવાથી તે ફક્ત વ્યક્તિની આસપાસનું વાતાવરણમાં જ નહિ પરંતુ, તે વ્યક્તિની માનસિક અને શારીરિક શક્તિને પણ મજબૂત બનાવે છે. આ અવાજ શંખ, થાળી અથવા ઘંટડી વગાડીને ઉત્પન્ન કરી શકાય છે. આયુર્વેદ અનુસાર, ઘંટડીને એવી રીતે બનાવવામાં આવે છે કે, તે અવાજ ઉત્પન્ન કરે ત્યારે તે વ્યક્તિના મગજના ડાબા અને જમણા ભાગોમાં એકાગ્રતા પેદા કરે છે. તે માનવ શરીરના તમામ સાત ઉપચાર કેન્દ્રોને સક્રિય કરે છે.
જ્યારે પણ ઘંટડી વગાડવામાં આવે છે ત્યારે વાતાવરણમાં એક કંપન ઉત્પન્ન થાય છે, જે ખૂબ જ દૂર સુધી જાય છે. આ કંપનના કારણે, તેના માર્ગમાં આવતા તમામ બેક્ટેરિયા, વાયરસ અને સૂક્ષ્મ જીવો નાશ પામે છે, જેના કારણે વાતાવરણ શુદ્ધ થાય છે. તે જ રીતે, શંખ, ઘંટડી, થાળી અને ચમચીમાંથી નીકળતો અવાજ ચોક્કસ આવૃત્તિમાં એક ઝડપી કંપન અવાજ ઉત્પન્ન કરે છે. આ ઉર્જા શરીરને કોઈપણ રોગ અને વાયરસ સામે લડવાની શક્તિ પુરી પાડે છે.
વૈજ્ઞાનિક કારણ શું છે?

નાસા અનુસાર, અવાજોનું નિર્માણ ખગોળીય ઉર્જાનું ઉત્સર્જન હોય છે, જે બેક્ટેરિયાનો નાશ કરીને લોકોમાં ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે. તેમાં શંખ વગાડવાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે. શંખ વગાડવાથી બંને આંતરિક અને બાહ્ય વાતાવરણને અસર થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પર્યાવરણમાં હાજર ઘણા પ્રકારના બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુઓ શંખ અવાજથી નાશ પામે છે. કેટલાક પરીક્ષણોમાં આ પ્રકારના પરિણામો પણ સામે આવ્યા છે. શંખ-ધ્વનિના કારણે વાતાવરણ સાફ થાય છે. અને જ્યાં શંખનો વગાડવામાં આવે ત્યાં દરેક પ્રકારના નુકશાનકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે.
આ પણ વાંચો : Whatapp પર ઘરેથી કામ કરતી સમયે આ વાતનુ રાખો ખાસ ધ્યાન
