વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે IIT મદ્રાસમાં સિંગાપોર-ભારતની હેકાથોન સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપી અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. દીક્ષાન્ત સમારોહના મોકા પર અંગ્રેજીમાં આપેલ સંબોધનમાં વડાપ્રધાનએ વધારે એશિયાઈ દેશો વચ્ચેના સહયોગને વધારવા અને ઇનોવેશન પર ભાર મુક્યો. વડાપ્રધાને હલ્કા-ફુલ્કા અંદાજમાં કહ્યું કે કેમેરાને લઇ પ્રયોગ રસપ્રદ છે. એનાથી ખબર પડેશે કે કોણ ધ્યાન આપી રહ્યું છે. પ્રધાનની આ વાત પર હસી ગુંજી આવી.
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સંબોધિત કર્યા. વડાપ્રધાનનું સંબોધન ઇનોવેશન અને નવા પ્રયોગો પર આધારિત હતું. જોકે ભાસણ દરમિયાન એક મોકો એવો પણ આવ્યો કે આખો હોલ ગુંજી ઉઠ્યો. વડાપ્રધાન એ કહ્યું કે ‘મારા યુવા મિત્રો એ ઘણા સમાધાન કાઢ્યા છે, જે મને બધા કરતા વધારે ગમ્યા. ખાસ કરીને મને કેમેરા વળી શોધ ઘણી પસંદ આવી. જેનાથી એ ખબર પડી જશે કે કોણ કેટલા ધ્યાનથી સાંભળી રહ્યું છે. હવે હું એના પર સ્પીકર સાથે ચર્ચા કરીશ અને સંસદમાં પણ આ શરુ થઇ શકે તો ઘણો લાભ થશે.’ વડાપ્રધાનની આ ચુટકી પર આખો હોલ હસી થી ગુંજી ઉઠ્યો.
એશિયાઈ દેશો વચ્ચેનો સહયોગ વધારવા પર જોર
વડાપ્રધાન મોદી એ કહ્યું, કે હું એમાં વિશ્વાસ કરું છુ, કે ટેક્નોલોજી અને વેપાર લોકોને એક સાથે લાવવાનું કામ કરે છે. વડાપ્રધાને કહ્યું, ‘એશિયાઈ દેશોનું સર્વશ્રેષ્ઠ મગજ એક સાથે કામ કરે તો ઇનોવેટિવ નિરાકરણ શોધે ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને લઇ.’ આ મોકા પર વડાપ્રધાનએ એ પણ કહ્યું કે ભારતનું ફોકસ આ સમયે ઇનોવેશન દ્વારા આમ જનતાના જીવનમાં સારો બદલાવ લાવવાની કોશિશ પર છે. અસહ્ય ઇનોવેશન યોજના, સ્ટાર્ટઅપ યોજના જેવા કાર્યક્રમના માધ્યમથી એને જોર આપવામાં આવી રહ્યો છે.’
ચેન્નાઇ શહેરની વડાપ્રધાને કરી તારીફ
કાર્યક્રમમાં હાજર થનાર સિંગાપુરના પ્રતિનિધિઓ સામે ચેન્નાઇ શહેરની વડાપ્રધાને તારીફ પણ કરી. વડાપ્રધાનએ કહ્યું કે, ચન્નાઇ શહેરની ખાતિરદારી ખુબ શાનદાર હોય છે. એમણે એ પણ કહ્યું કે સિંગાપુરથી આવેલા યુવા મિત્રોને એ ગમશે.
