વડાપ્રધાન મોદીએ આજે એટલે 14 એપ્રિલ સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. જેમાં પીએમ મોદીએ લોકડાઉન લંબાવી 3 મે સુધી કરી દીધું છે. ત્યારે રાજ્યોએ 30 એપ્રિલ અથવા 1 મે સુધી લોકડાઉન લંબાવવાની વાત કરી હતી. ત્યારે આ લોકડાઉન 3 મે સુધી જ કેમ રાખવામાં આવ્યું ? આ સવાલ બધાને થઇ રહ્યા છે.
આ કારણે લોકડાઉન 3 મે સુધી લંબાવાયું

સરકાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકડાઉનને 3 મે સુધી રાખવાનો નિર્ણય રાજ્યો તરફથી આવેલી ભલામણોને આધારે લેવાયો છે. કારણ કે 1 મેના રોજ મજૂર દિવસ અને 2 અને 3 મેએ શનિવાર-રવિવાર છે. એવા પણ રાજ્યોએ તર્ક આપ્યા કે કોરોનાના લક્ષણ 7થી 14 દિવસમાં દેખાય છે ત્યારે જો 15 કે 16 દિવસ જ લૉકડાઉન હશે તો લક્ષણ સ્પષ્ટ નહીં આવે. તેથી 19 દિવસ વધુ લોકડાઉન કરાયું. જો કોઈ કોરોનાથી સંક્રમિત થાય છે તો પણ આટલા સમયની અંદર તેના લક્ષણ સામે આવી જશે.
આ પણ વાંચો : ઘરથી બહાર નીકળવા પર 20 એપ્રિલ પછી મળી શકે છે છૂટ ?, આ છે PM મોદીની શરત…
