ભારતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના કારણે PM મોદીએ સતત બીજા દિવસે સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં PM મોદીએ કોરોના મહામારી પર કાબુ મેળવવાનું આહ્વાન કર્યું હતું. આ બેઠકમા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન, વડાપ્રધાનના મુખ્ય સચિવ, નીતિ આયોગના સભ્યો તેમજ ભારત સરકારના અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં PM મોદીએ કહ્યું કે, આપણે કોરોના વેક્સીનને માત્ર પાડોસી દેશો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની છે. રસી વિતરણ પ્રણાલીને મજબૂત કરવા IT પ્લેટફોર્મ પર ભાર મૂકવાની જરૂર છે. PM મોદીએ આ બેઠકમાં કોરોના વેક્સિન અને રસી વિતરણ પ્રણાલી અને કોરોના મહામારી સામે રખાતા સાવચેતીના પગલા અને વર્તવામાં આવી રહેલી ઢીલાસની જાણકારી મેળવી હતી. તેમજ જ્યાં સુધી વેક્સીન ન આવે ત્યાં સુધી લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરે. મોદીએ કહ્યું કે, આપણે વૈશ્વિક સમુદાયની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વેક્સિન વિતરણ સિસ્ટમ માટે રસી, દવાઓ અને IT પ્લેટફોર્મથી દુનિયા સુધી પહોંચ બનાવવી જોઈએ.
પરિસ્થિતિને ધ્યાન રાખી કોરોનાની વેક્સિનને ઝડપથી પહોંચાડવી જોઈએ. PM મોદીએ લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એડમિન્સ્ટ્રેશનમાં દરેક પગલાને કડક રીતે લાગૂ કરવા પર પણ ભાર આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ લોકોએ તહેવારો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ, કોરોનાની ગાઇડલાઇન અને આત્મસંયમ જાળવવાની અપીલ કરી હતી.