પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Narendra modi) આજે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન : ઓનરીન્ગ ધ ઓનેસ્ટ(‘Transparent Taxation – Honoring the Honest’ )ની શરૂઆત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં ઘણી મોટી ભૂમિકા નિભાવે છે. જયારે દેશના ઈમાનદાર ટેક્સપેયરનું જીવન સરળ બને છે. તો દેશનો પણ વિકાસ થાય છે. દેશ પણ આગળ વધે છે.
મજબૂરીમાં નિર્ણય લેવાતા હતા
કોંગ્રેસ સરકારની કમીનો ગણાવતા પીએમ મોદીએ કહ્યું, ‘એક સમય હતો જયારે આપડે ત્યાં રિફોર્મ્સની ઘણી વાતો થતી હતી. કયારેક મજ્બુરીમા ઘણા નિર્ણયો લેવાતા હતા તો ક્યારેક દબાણમાં નિર્ણય લેવાતા, તો તેને રિફોર્મ કહેવામાં આવતા હતા. આ કારણનું મનચાહ્યું પરિણામ ન મળતું હતું. હવે આ વિચાર અને અપ્રોચ બંને બદલાઈ ગયા છે.

રિફોર્મ નીતિ પર આધારિત હોય છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘આપણે ત્યાં રિફોર્મનો અર્થ છે, રિફોર્મ નીતિ આધારિત હોય, ટુકડામાં નહિ હોય, Hollistic હોય અને એક રિફોર્મ, બીજા રિફોર્મનો આધાર બને, નવા રિફોર્મનો માર્ગ બનાવવો અને એવું પણ નહિ કે એક વખત રિફોર્મ કરી ઉભી જવું, આ નિરંતર, સતત ચાલવા વળી પ્રક્રિયા છે’
તેમણે કહ્યું, ‘જ્યાં Complexity હોય છે, ત્યાં Compliance પણ મુશ્કેલ હોય છે. ઓછામાં ઓછા કાયદા હોય અને જે કાયદા છે એ ઘણા સ્પષ્ટ હોપ તો ટેક્સપેયર પણ ખુશ રહે છે અને દેશ પણ. ગયા કેટલાક સમયથી એજ કામ કરવામાં આવી રહ્યું છે, જેમકે હવે દર્જનો ટેક્સની જગ્યાએ GST આવી ગયું છે.
આ પણ વાંચો : PM મોદીએ જાહેર કરેલી ટેક્સપેયર માટેની ‘ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ’ સ્કીમ એટલે શું ?
