પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ખાદ્ય અને કૃષિ સંગઠન(AFO)ની 75મી વર્ષગાંઠના અવસર પર 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જારી કર્યો છે. એની સાથે જ હાલમાં વિકસિત 8 દેશને 8 પાકની 17 બાયોકલ્ચરલ જાતો સમર્પિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં જે લોકો કુપોષણને દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છે.
શું કહ્યું PM મોદીએ
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના કિસાનો, કૃષિ વૈજ્ઞાનિક, આંગણવાડી અને આશા કાર્યકર્તા, કુપોષણ વિરુદ્ધ આંદોલનનો મજબૂત કિલ્લો છે. તેમણે પોતાના પરિશ્રમથી જ્યાં દેશનો અન્ન ભંડાર ભર્યો છે ત્યાં જ ગરીબ સુધી પહોંચાડવામાં સરકારને ઘણી મદદ કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે એએફઓએ ગયા દશકોમાં કુપોષણ વિરુદ્ધ ભારતની લડાઈને ઘણી નજીકથી જોઈ છે. દેશમાં અલગ અલગ સ્તર પર કેટલાક વિભાગો દ્વારા પ્રયાસ થયા છે. પરંતુ એની મર્યાદા તો સીમિત હતી અથવા ટુકડામાં ભાંગી પડેલું હતું. જયારે 2014માં મને દેશની સેવા કરવાનો અવસર આપ્યો ત્યારે મેં દેશમાં નવા સ્તરે પ્રયાસો શરુ કર્યા છે.
આ પણ વાંચો : શાળાના આચાર્યો માટે મુશ્કેલ ઉભી કરશે DEOનું નવું ફરમાન
