પીએમ મોદીએ ગુરુવારે ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ લોન્ચ કરી. સાથે જ બિહારના ઘણા જિલ્લામાં વિવિધ યોજનનાઓ લોન્ચ કરી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે નવી એપ લોન્ચ કરી. જેનું નામ છે ઇ-ગોપાલા એપ (E-Gopala App). જેની મદદથી ખેડૂતો પોતાની આવકમાં વધારો કર શકશે પશુઓની નસલ સુધાર બજાર અને સૂચનાઓ આપવા માટેના પોર્ટલ ઇ-ગોપાલા એપ (E-Gopala App) લૉન્ચ કરવામાં આવી છે. આ અંગે પીએમ મોદીએ ટ્વિટર પર માહિતી આપી. પીએમ મોદીએ કહ્યું કે આ આપણા મહેનતુ ખેડૂતોની સમૃદ્ધિ માટે અને પશુ ઉત્પાદક્તા વધારવાનું ઓનલાઇન માધ્યમ છે.
શું છે એ-ગોપાલ એપ ?
તે મુજબ આ એપ ખેડૂતોને પ્રત્યક્ષ ઉપયોગ માટે એક વ્યાપક નસલ સુધાર બજાર અને સૂચના પોર્ટલ છે. હાલમાં દેશમાં પશુધનનું પ્રબંધન કરનારા ખેડૂતો માટે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી, જેમાં હજુ રૂપો (વીર્ય, ભ્રૂણ વગેરે)માં રોગમુક્ત જર્માપ્લાઝ્મનું ખરીદ-વેચાણ સામેલ છે.
કૃત્રિમ ગર્ભાધાન, પશુની પ્રાથમિક ચિકિત્સા, ટીકાકરણ, ઉપચાર અને પશુ પોષણ માટે ખેડૂતોને આ એપ દ્વારા માર્ગદર્શન આપી શકાશે. સાથે જ ટીકાકરણ, ગર્ભાવસ્થા નિદાન, શાંત કરવા વગેરે માટે નિયત તારીખ અને ખેડૂતોને ક્ષેત્રમાં વિભિન્ન સરકારી યોજનાઓ,અભિયાનો વિશે સૂચિત કરશે.
આ પણ વાંચો : તાલે તાલે કોરોના ભગાડવા તૈયાર થઇ જાઓ ગુજરાતીઓ, નીતિન પટેલે આપ્યો આ ઇશારો
