કોરોના સંકટ વચ્ચે દેશમાં 74માં સ્વતંત્રતા દિવસ(74 Independence Day)ની ઉજવણી કરવામાં આવી. આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદી(PM narendra Modi)એ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો. એની સાથે જ દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન(National Digital Health Mission) લોન્ચ કર્યું.
આ યોજના લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજથી દેશમાં વધુ એક મોટું અભિયાન શરુ થવા જઈ રહ્યું છે. એ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. જે ભારતના હેલ્થ સેક્ટરમાં એક નવી ક્રાંતિ લાવશે. પીએમએ કહ્યું કે ડામર દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમને કયા ડોકટરે કઈ દવા આપી, ક્યારે આપી, તમારી રિપોર્ટ શુ હતી, આ બધી જાણકારીનો આ એક હેલ્થ આઈડીમાં સમાવેશ થઇ જશે.
શું છે આ મિશન
ખરેખર, નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ એક યુનિક કાર્ડ જારી કરવામાં આવશે. આ આધારકાર્ડ જેવો હશે. આ કાર્ડ દ્વારા દર્દીઓના ખાનગી મેડિકલ રેકોર્ડ જાણી શકાશે. સરળ ભાષામાં કહીએ તો તમે દેશના કોઈ પણ ખૂણામાં ઈલાજ કરાવવા જસો તો કોઈ કાગળ કે રિપોર્ટ કાર્ડ નહિ લઇ જવું પડે. ડોક્ટર કોઈ પણ જગ્યાએથી બેસી તમારી યુનિક આઈડી દ્વારા જાણી શકશે કે તમને શું બીમારી છે. અને અત્યાર સુધીની રિપોર્ટ શું છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન મુખ્ય રીતે હેલ્થ, વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ટ, દેશભરના પ્રાઇવેટ ડોક્ટરો અને સ્વાસ્થ્ય સુવિધાઓના રજીસ્ટ્રેશન પર ફોકસ હોવાની ઉમ્મીદ છે.
જો કે આ અત્યારે અનિવાર્ય નહિ કરવામાં આવે, એટલે કે તમારા પર નિર્ભર છે કે તમે એમાં જોડાવો છે કે નહિ.આ હેલ્થ આઈડી કાર્ડ ધારકોની પ્રાઈવેસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ સાથે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી તેની મરજીથી શેર કરવામાં આવશે. આ સાથે ડૉક્ટર તથા હોસ્પિટલની મરજીથી જ તેમની જાણકારી શેર કરવામાં આવશે.
કેવી રીતે થશે કામ
દર્દીના મેડિકલ ડેટા રાખવા માટે હોસ્પિટલ, ક્લિનિક, ડોકટર એક સેન્ટ્રલ સર્વર સાથે લિંક કરશે. એટલે કે આમ ડોક્ટર, હોસ્પિટલ અથવા તપાસ ક્લિનિકમાં રજીસ્ટર થશે. એના માટે પણ હમણાં આ વ્યવસ્થા અનિવાર્ય નથી. આ યોજનામાં ઈ-ફાર્મસી અને ટેલિમેડીસીન સેવાને પણ સામેલ કરવાની યોજના છે. આ હેલ્થ કાર્ડના બન્યા બાદ કોઈ ડૉક્ટરની પાસે સારવાર માટે જાય છે તો ડૉક્ટર તેની સહમતિથી તેની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકે છે. જેથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિનો ડેટા તેની સહમતિ વગર કોઈ બીજી વ્યક્તિ જોઈ ન શકે. એ માટે મોબાઈલમાં વન ટાઈમ પાસવર્ડ જેવી સુવિધા આપવામાં આવી છે. માની લો કે તમે કોઈ હેલ્થ ટેસ્ટ કરાવી રાખ્યો છે તેની ડિટેલ એક જગ્યાએ ઓનલાઈન અવેલેબલ હશે જેને તમે ડૉક્ટરને બતાવી શકશો.
જણાવી દઈએ કે દુનિયાની સૌથી મોટી હેસ્થ સ્કીમ આયુષ્માન ભારતને અમલમાં મુકનાર NHAએ આની એપ અને વેબસાઈટ તૈયાર કરી છે. આ યોજનાને હેલ્થકેર સેક્ટરમાં સૌથી મોટી ગણવામાં આવી રહી છે. હેલ્થ કાર્ડ યોજનાને દેશમાં તબક્કા વાર રીતે લાગુ કરાશે. જે માટે 470 કરોડ રુપિયાની મંજૂરી આપી દેવામાં આવશે.
આ પણ વાંચો : સુરતમાં કોરોના સંક્રમણનો આંકડો 17 હજારને પાર, જાણો શહેરના વિવિધ ઝોનોની પરિસ્થિતિ
