હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝીલના પ્રવાસે છે. તેમણે બ્રિક્સના 11માં શિખર સંમેલન દરમિયાન બ્રાઝીલની રાજધાની ગણાતી બ્રાઝિલીયામાં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને સંબોધિત કર્યું. બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, વૈશ્વિક મંદી હોવા છતાં બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને ગતિ આપી છે. બ્રિક્સ દેશોએ કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યું છે અને ટેક્નીકલ અને સંશોધનમાં નવી સફળતાઓ પ્રાપ્ત કરી છે. તેમજ તેમણે કહ્યું કે ભારતમાં સૌથી ઓપન અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં પોલિટિકલ સ્ટેબિલિટી, પ્રિડિક્ટેબલ પોલિસી અને બિઝનેસ ફ્રેંડલી રીફોમ્સના કારણે વિશ્વમાં સૌથી ઓપન અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ છે. તેમજ એમણે જણાવ્યું કે વર્ષ 2024 સુધી અમે ભારતની અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા ઈચ્છે છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોને બિઝનેસના માટે આમંત્રિત કર્યું અને કહ્યું કે બ્રિક્સ દેશો ભારતમાં પોતાનું અસ્તિત્વ બનાવે અને એને વધાવે.
આપણી માર્કેટ સાઈઝ એક-બીજા માટે ફાયદાકારક – વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે પાંચ દેશો વચ્ચેની ટૈક્સ અને કસ્ટમ પ્રક્રિયા સરળ થતી જઈ રહી છે. બિઝનેસ એન્વાયર્મેન્ટ સરળ થતું જઈ રહ્યું છે. ઇન્ટ્રા બ્રિક્સ વ્યાપાર અને નિવેશના લક્ષ્ય વધુ મહત્વાકાંક્ષી હોવા જોઈએ. વ્યાપાર માટેનો આવશ્યક ખર્ચ ઓછો કરવા માટે તમામ બ્રિક્સ દેશોની સલાહ ઉપયોગી રહેશે. તેમજ એમણે કહ્યું કે 10 વર્ષો માટે આપણા વચ્ચે બિઝનેસમાં પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરવી જોઈએ અને એના આધારે સહયોગનું બ્લુપ્રિન્ટ બનાવવામાં આવે. આપણી માર્કેટ સાઈઝ અને વિવિધતા એક-બીજા માટે ખૂબ જ ફાયદાકારક છે.
