પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે દેશને સંબોધિત કર્યો. કોરોના(Corona) સંકટ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે જયારે દેશમાં અનલોક-1(Unlock-1) થયું છે. વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહી પણ વધતી ગઈ છે. પહેલા આપડે માસ્ક, બે ગજની દુરી, 20 સેકેંડ સુધી દિવસમાં હાથ ધોવા પર વધુ સતર્ક હતા.
પીએમ મોદીએ કહ્યું લોકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન થયું. હવે સરકારો, સ્થાનીય નિકાયની સંસ્થાઓ, નાગરિકોએ ફરી સતર્કતા બતાવવાની જરૂરત છે. કંટેનમેન્ટ ઝોન પર આપડે ઘણું ધ્યાન આપવું પડશે. જે પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યાં, એમને ટોકવું, રોકવું અને સમજાવવું પડશે.
સ્થાનીય પ્રશાસને આવી કડકાઈથી કામ કરવું જોઈએ
તમે ન્યૂઝમાં જોયું હશે કે એક દેશના પ્રધાનમંત્રી પર 13 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કારણ કે તે સાર્વજનિક સ્થળ પર માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનીય પ્રશાસને આવી કડકાઈથી કામ કરવું જોઈએ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, કોરોના સામે લડતા-લડતા હવે આપણે અનલૉક -2માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે તે મોસમમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં શરદી, ઉધરસ, તાવ આવે છે. આ મામલા વધી જાય છે. આવામાં બધા દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયમાં પોતાનું ધ્યાન રાખે
80 કરોડ લોકોને મફતમાં રાસન મળ્યું
પીએમ મોદીએ કહ્યું, સમયથી કરેલા લૉકડાઉને ભારતમાં લાખો જીવન બચાવ્યા છે. 80 કરોડ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ મળશે એવી પીએમ મોદીએ જાહેરાત કરી તેમણે કહ્યું, દર મહિને પાંચ કિલો ઘઉ કે ચોખા અને એક કિલો ચણા દરેક પરિવારને આપવામાં આવશે. જેમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે. છેલ્લા મહિનાના ખર્ચને પણ જોડવામાં આવે તો લગભગ 1.5 લાખ કરોડ થઈ જાય છે. હવે ભારત માટે એક રાશન કાર્ડની વ્યવસ્થા પણ થઇ રહી છે. એટલે એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ, ‘one nation one ration card’
પીએમ મોદીની મહત્વની જાહેરાત
પીએમ મોદીએ જાહેરાત કરતા કહ્યું, વર્ષા ઋતુ પછી કૃષિ ક્ષેત્રમાં વધારે કામ હોય છે. જુલાઈથી ધીરે-ધીરે તહેવારોનો પણ માહોલ બને છે. શ્રાવણ શરુ થવાનો છે. રક્ષાબંધન આવશે. કૃષ્ણ જન્માષ્ટમી આવશે. તહેવારોના સમયે ખર્ચ પણ વધે છે. જેથી નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે દિવાળી અને છઠ પૂજા સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી કરી દેવામાં આવી છે
પીએમ મોદીએ કહ્યું, ગયા ત્રણ માસમાં 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. એ દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા. 80 કરોડથી વધુ લોકોને મફત રાસન મળ્યું.
પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાની કુલ જનસંખ્યાથી દોઢ ઘણા વધુ લોકોને, બ્રિટનની જનસંખ્યા કરતા 12 ઘણા વધુ લોકો અને યુરોપિયન યુનિયનની આબાદીથી લગભગ બે ઘણા વધુ લોકોને અનાજ આપવામાં આવ્યું. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે નવેમ્બર મહિનાના અંત સુધી કરી દીધો છે.
આ પણ વાંચો : TikTok બેન થતા ભારતમાં ફેમસ થઇ રહી આ સ્વદેશી એપ, 72 કલાકમાં 5 લાખ ડાઉનલોડ
