મહા વાવાઝોડું 7 નવેમ્બરના રોજ દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે. વાવાઝોડાની અસરના પગલે દરિયા કાંઠે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.જે અંગે આજે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે.
આ બેઠકમાં પીએમ મોદીએ સ્થિતિ સામે પહોંચી વળવા લાંબાગાળાની નિતિ તૈયાર કરવાની માહિતી આપવાની સૂચના આપી છે. આ ઉપરાંત ગુજરાતના વાવાઝોડાના મામલે વડાપ્રધાને પી.એમ.ઓને જરૂરી સૂચનાઓ આપી છે.

મહા વાવઝોડા નામના સંકટ સામે લડવા ઉત્તર પ્રદેશથી NDRFની 6 ટીમો ગુજરાત આવાવ માટે રવાના કરાઈ છે. આ ટીમોને રાજ્યમાં દીવ-પોરંબદર વચ્ચે આવેલા દરિયા કાંઠાના જિલ્લામાં રેસ્ક્યુ કાર્ય માટે ઉપયોગમાં લેવાશે.
ગીરસોમનાથ વહિવટીં તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા બેઠક કરી હતી અને 52 ગામોમાંથી આશરે 5,000 જેટલા લોકોના સ્થળંતાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ તૈયારી કરી છે. મહા વાવાઝોડાની અસરનાં ભાગરૂપે ભારે વરસાદની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોય વહીવટીતંત્રને સતર્ક બન્યું છે.

સૌથી વધુ ખતરો જાફરાબાદ તાલુકાનાં ૩ અને રાજુલા તાલુકાનાં 3 ગામે પર છે દરિયાઈ પટ્ટીથી 1 કિમિ વિસ્તારના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઈમરજન્સીના સમયે 02792 230735 નંબર પર સંપર્ક કરી શકાશે.
સુરત જિલ્લામાં ઓલપાડનાં 30, ચોર્યાશીનાં 6 અને મજૂરા તાલુકાનાં 4 ગામો એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જરૂર પર આશરે 8000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. 30 ગામોના એક એક પાકા ઘરને ની માહિતી લેવાઈ છે. દરિયા કિનારાનાં ગામમાં તલાટીને ગામ જ રહેવા સૂચના આપવામાં આવી છે. જયારે રાજકોટમાં 40 જેટલા ગામોને સતર્ક કરાયા છે.