કોરોના સંકટને લઇ મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM narendra Modi)એ બેઠક કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, જેવી રીતે સમય જઈ રહ્યો છે. મહામારી પોતાનું રૂપ બદલી રહી છે. અને ઘણા પ્રકારની પરિસ્થિતિ પેદા કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બિહાર, ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાની જરૂરત છે. પીએમ મોદીએ કહ્યું કે, એક્સપર્ટ પણ એ વાત સામે મૂકી રહ્યા છે કે જો 72 કલાકમાં કેસની ઓળખ થઇ જાય તો જીવ બચાવી શકાય છે.
72 કલાકના ફોર્મ્યુલા પર ફોકસ

પીએમ મોદીએ આગળ કહ્યું કે હવે આ જ 72 કલાકના ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે। જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે એના 72 કલાકમાં જે પણ સંપર્કમાં આવ્યા છે એ લોકોની ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યુપીમાં હાલત ખરાબ હતી, પરંતુ ટેસ્ટિંગ વધારવાના કારણે હાલાત સુધર્યા છે. પીએમ મોદીએ કહ્યું સતત મળવું જરૂરી છે, કારણ કે મહામારીનો સમય નીકળતા નવી વાતની જાણ થઇ રહી છે. હવે હોસ્પિટલો પર દબાણ, સ્વાસ્થ્ય કર્મીઓ પર દબાણ, સામાન્ય લોકો પર દબાણ બની રહ્યું છે. દરેક રાજ્યો પોત-પોતાના સ્તર પર મહામારી વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે, કેન્દ્ર અને રાજ્ય આજે ટીમ બનાવી કામ કરી રહ્યા છે.
80% એક્ટિવ કેસ માત્ર 10 રાજ્યોમાં જ
મુખ્યમંત્રીઓને પીએમ મોદીએ કહ્યું કે આટલા મોટા સંકટ સમયે બધા સાથે કામ કરવું મોટી વાત છે, આજે 80% એક્ટિવ કેસ માત્ર 10 રાજ્યો માં જ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી વધુ કેસ છે. વધારે કેસો 10 રાજ્યોમાં છે એટલે આ રાજ્યોથી ચર્ચા વધુ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે જો બધા રાજ્યો પોતાના અનુભવો શેર કરવા જરૂરી છે, ટેસ્ટિંગની સંખ્યા પણ વધી રહી છે.
ટેસ્ટિંગ વધારવી પડશે
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં મૃત્યુદર, પોઝિટિવ રેટ ઓછો થયો છે. અને રિકવરી રેટ વધી રહ્યો છે. પીએમ બોલ્યા કે ટેસ્ટિંગ સતત વધારવી પડશે અને મૃત્યુદર 1%થી ઓછો રાખવો પડશે. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહીત કુલ 10 રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા જ્યાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે.
આ પણ વાંચો : કોરોનાના કેસો વધતા હિજરત કરી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ સંક્રમણ ઘટતા સુરત પરત ફરી રહ્યાં
