રક્ષાબંધનએ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધન(Raksha bandhan)ના દિવસે બહેન ભાઈને હાથ પર રાખડી બાંધી તેનું રક્ષણ કરવાનું વચન પણ આપે છે. ત્યારે પીએમ મોદી(PM Modi)ને એક બહેન છેલ્લા 25 વર્ષથી રાખડી બાંધે છે. જેઓ મૂળ પાકિસ્તાન(Pakistan)ના છે અને ભારત આવી વસેલા છે. તેમનું નામ છે ‘કમર મોહસિન શેખ’(Qamar Mohsin Saikh). જ્યારે મોદી જી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સામાન્ય કાર્યકર્તા હતા ત્યારે પણ તેઓ રાખડી બંધાવતા હતા.
કોણ છે કમર મોહસિન શેખ
કમર મોહસિન શેખ મૂળ પાકિસ્તાનના છે. લગન પછી તેઓ ભારત આવી ગયા હતા. ત્યારથી જ તેઓ ભારતમાં રહે છે, હાલ તેઓ અમદાવાદમાં રહે છે. એમના પતિ એક પેન્ટર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક કિસ્સો યાદ કરતાં કમર મોહસિન શેખ કહે છે કે એક વખત જ્યારે હું નરેન્દ્ર ભાઇને રાખડી બાંધવા માટે દિલ્હી ગઇ હતી તો તેમણે હસતા-હસતા કહ્યું હતું કે અરે કમર તું તો ટીવી પર છવાય ગઇ, સ્ટાર બની ગઇ છે.
કેવી રીતે થઇ પીએમ મોદી સાથે મુલાકાત
મોહસિન અને પીએમ મોદીની મુલાકાત ત્યારે થઇ હતી જયારે તેઓ RSSમાં જોડાયા હતા. ખરેખર, એક વખત મોહસિન પોતાના પતિ સાથે દિલ્હીના કોઈ કામ માટે આવી હતી. એ દિવસે રક્ષાબંધન હતો. ત્યારે પીએમ મોદીને રાખડી બાંધવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ પણ હામી ભરી અને ત્યારે મોહસિને તેમને રાખડી બાંધી દીધી.

મોહસિને એક વખત કહ્યું હતું કે, એમણે પીએમ મોદીને કહ્યું હતું કે હું આજે જે પણ છું એ માત્ર તમારા કારણે. પીએમ માત્ર મારી હાલ ચાલ નથી પૂછતાં પરંતુ મારા દીકરા અને પતિ અંગે પણ પૂછે છે. આ બધું જોઈ મને લાગે છે કે હું આ દુનિયાનાની સૌથી ખુશ કિસ્મત વ્યક્તિ છું.
24 વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધે છે.
પીએમ નરેન્દ્ર મોદીના મુસ્લિમ બહેન કમર મોહસીન શેખ કે જેઓ છેલ્લા 24 વર્ષથી તેમને રાખડી બાંધે છે. આ વખતે 25 મુ વર્ષ પૂરું થશે. મોદીજી સંઘના પ્રચારક હતા ત્યારથી રાખડી બાંધે છે. ખાસ તો કમરજીને કોઈ જ ભાઈ નથી જેથી તેઓ મોદીજી દ્વારા જ્યારથી બહેન કહેવામાં આવ્યુ હતુ ત્યારથી તેમના સગા ભાઈ જેવી ભાવનાની સાથે તેઓ રક્ષા સૂત્ર બાંધે છે. આમ તો તેઓ પીએમ મોદીને 30 વર્ષથી ઓળખે છે.
આ પણ વાંચો : સોનુ સુદે પોતાના જન્મદિવસ પર પ્રવાસી મજૂરોને આપી 3 લાખ નોકરીઓની ભેટ, આ રીતે મળશે નોકરી
