આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર ભારતનો 73 મો સ્વાતંત્ર દિવસ ઉજવાય રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી તિરંગો ફરકાવ્યો. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ તેમણે પ્રથમ વખત તિરંગો ફરકાવ્યો અને દેશની જનતાને સંબોધિત કર્યું.
વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે, ત્રણેય સેનાનો એક સેનાપતિ ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ રહેશે. ત્રણેય સેનામાં સુસંગતતા વધારવા માટે હવે એમનો એક જ સેનાપતિ બનાવવામાં આવશે. જેને ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ (CDS) કહેવામાં આવશે. સેનાના ઇતિહાસમાં આ પદ પ્રથમ વખત બનાવવામાં આવ્યું છે. એમણે કહ્યું કે, ત્રણેય સેનાને સાથે મળીને કામ કરવું પડશે.
