એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચૂંટણીના કારણે નહીં પણ અન્ય જ કારણોથી ચર્ચામાં આવ્યા છે. પ્રહલાદ મોદી મંગળવારે પોલીસ મથકની બહાર ધરણાં પર બેઠાં હતા. આ ધરણાં પાછળનું કારણ તેમને આપવામાં આવેલી સુરક્ષાનો મામલો હતો.
વાત એમ હતી કે પ્રહલાદ મોદી રાજસ્થાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે તેમની સાથેના સુરક્ષાકર્મીઓ અલગથી વાહન આપવાની બાબતને લઈ તેમણે પોલીસ મથકમાં અરજી કરી હતી. પ્રહલાદ મોદી જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાગરુ પોલીસ સ્ટેશનની સામે બેઠા હતા. બાગુરુ જયપુરથી 30 કિમી દૂર છે.
આ પણ વાંચો : જ્યારે તમે તમારાં સપના સુધી પહોંચવાના પ્રયત્નો છોડ્યા ત્યારે તમે સફળતાથી કેટલાં દૂર હતા ?
પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, હું જ્યાં પણ જાઉં ત્યાં સુધી રાજ્ય સરકાર મને એસ્કોર્ટ વાહન પ્રદાન કરે છે. પરંતુ એવું લાગે છે કે જયપુર પોલીસ કમિશનરને વડા પ્રધાન મોદી અથવા મારી સાથે સમસ્યાઓ છે. તેમણે કહ્યું કે પોલીસ કમિશનર માત્ર બે પોલીસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે
આ તરફ જયપુર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે તેમને બે પીએસઓ આપવા વિશેનો આદેશ આપ્યો હતો. પીએસઓ તેમના વાહનોમાં સુરક્ષા જવાનો સાથે હતા. પરંતુ પ્રહલાદ મોદી તેમના વાહનમાં તેમને લેવા માટે તૈયાર નહોતા. તેમણે એસ્કોર્ટ્સ માટે અલગ પોલીસ વાહનની માંગ કરી હતી. જે તેમને મળવાપાત્ર નથી.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.