દેશના ગ્રામિણ વિસ્તારોમાં પાણીની તંગીની સમસ્યાથી ચિંતિત થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ગ્રામ પ્રધાનો (સરપંચ)ને વ્યક્તિગત રીતે પત્ર લખ્યો છે.
વડા પ્રધાને નીતિ આયોગની બેઠકમાં પણ વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવાના છે, કારણ કે દેશના ઘણા ખરા ભાગમાં ગ્રામિણ વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાઈ છે.
વડા પ્રધાન મોદીએ આ માટે જલ શક્તિ નામે એક અલગ મંત્રાલયની પણ રચના કરી છે. તેમજ લાંબા સમયથી મોદી જલ શક્તિ માટે લોકોને જાગૃત કરવાનું પણ કહી રહ્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.