RBI એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ લગાવી દીધો છે. બેન્ક પર પ્રતિબંધ હોવાથી બેન્ક હવે કોઈપણ ગ્રાહકને નવી લોન જાહેર નહીં કરી શકે. તેમજ RBI એ નક્કી કર્યું છે કે ગ્રાહકો એક દિવસમાં માત્ર 1 હજાર રૂપિયા જ કાઢી શકે છે. જેને કારણે ગ્રાહકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ RBI એ અત્યાર સુધી બેન્ક પર 6 મહિનાનો પ્રતિબંધ ક્યાં કારણે લગાવ્યુ છે એ જણાવ્યું નથી.
PMC નું લાયસન્સ કેન્સલ નથી, પણ પ્રતિબંધ લાગુ રહેશે
RBI એ PMC ના માટે નવો નિયમ બનાવ્યો જે અનુસાર એક એકાઉન્ટ હોલ્ડર પોતાના ખાતામાંથી એક દિવસમાં 1 હજાર રૂપિયાથી વધુ રકમ નહીં કાઢી શકે એવી સીમા નક્કી કરી છે. RBI એ પોતાના જાહેર આદેશમાં કહ્યું છે કે આ બેન્કનું લાઇસન્સ કેન્સલ નહીં થશે. આ બેન્ક આગામી નોટિસ સુધી પ્રતિબંધની સાથે પોતાનું કામકાજ જાહેર રાખશે
PMC પર કેમ પ્રતિબંધ?
સૂત્રો અનુસાર PMC પર પ્રતિબંધ હોવાનું મુખ્ય કારણ PMC ની રિયલ એસ્ટેટ ફાર્મ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. પર રૂ. 2,500 કરોડ રૂપિયાની લોન બાકી છે. આ બાકી લોનને RBI ની ગાઇડલાઇન્સ હોવા છતા એનપીએમાં નહતી નાખી.
તેમજ કંપની લોન ચુકવવામાં સતત ફેલ થઇ રહી હતી. આવા મામલાઓમાં RBI ની ગાઇડલાઇન્સ અનુસાર બેન્કે લોસનો ઉલ્લેખ કરવો જોઈએ. પીએમસી બેન્કનું કેશ રિઝર્વ કુલ 1,000 કરોડ રૂપિયાનું છે જ્યારે કંપની પર તેનું 2,500 કરોડ રૂપિયાની લોન બાકી છે.’ તેમજ જો RBI ને લાગે છે કે કંપનીને આપવામાં આવેલી લોન પૂર્ણ રીતે લોસ નથી તો બેન્કે 10 ટકા રકમને એનપીએમાં નાખવી પડે છે. જેના માટે તેની પાસે સંસાધન છે.
આ મામલામાં હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રવક્તાએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ RBI એ પણ આ મામલે કંઈક વિસ્તારથી જણાવ્યું નથી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.