પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેન્કના ગ્રાહકો હવે પોતાના ખાતા માંથી 10 હજાર રૂપિયા કાઢી શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક એટલે RBIએ 26 સપ્ટેમ્બરના રોજ ખાતેદારો માટે ક્લિયરન્સની સમય મર્યાદા વધારી દીધી છે. આ પહેલા RBI એ 23 સપ્ટેમ્બરના રોજ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં કહ્યું હતું કે બેન્કના ગ્રાહકો 6 મહિના સુહી 1000 રૂપિયાથી વધારે ન ઉપાડી શકે. RBIએ આ નિર્ણય પછી ખાતેદારોમા માટે પરેશાની વધારી દીધી હતી. બેન્કની શાખાઓની બહાર વિરોધ પ્રદર્શન માટે લાઈનો લાગી ગઈ હતી. મુંબઈ બેન્કના ખિલાફ ફરિયાદ નોંધાવવા લોકો પોલીસ સ્ટેશન પોહોચી ગયા હતા.
PMC બેન્કની રાજ્યોમાં કુલ 137 સાખાઓ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 103 સાખાઓ છે. બેન્કની વાર્ષિક રિપોર્ટ અનુસાર માર્ચ 2019 સુધી બેંકના 51,601 સદસ્ય છે. બેન્ક પાસે 11,600 કરોડ રૂપિયા જમા છે. આ રિપોર્ટ અનુસાર બેંકે કુલ 8,300 કરોડ દેવું આપ્યું છે. બેન્કની અલગ અલગ બ્રાન્ચમાં 1814 લોકો કામ કરે છે. બેન્કની ટોટલ આવક 1297 કરોડ હતી. નેટ પ્રોફિટ 100 કરોડનું થયું. પરંતુ ગડબડીને લઇ RBIએ બેન્ક પર કેટલાક પ્રતિબંધ મૂકી દીધા.
પ્રતિબંધો લાગ્યા પછી PMC બેન્ક ના એમ.ડી. જોય થોમસએ નિવેદન આપ્યું હતું કે. ‘ અમે RBIના નિયમોના ઉલ્લંઘન કરવા માટે માફી માંગીએ છીએ. આવતા 6 મહિના સુધી અમારા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એમ.ડી. હોવાથી હું એની જવાબદારી લઉં છું. એની સાથે બધા ખાતેદારોને સુનિશ્ચિત કરું છું કે 6 મહિના થી પહેલા અમે અમારી ખામીઓને સુધારી લઈશુ. ત્યાર પછી પ્રતિબંધોને હટાવવા માટે બધા પ્રયાસો કરવામાં આવશે. મને ખબર છે કે આ તમારા બધા માટે મુશ્કેલીનો સમય છે. અને મને એ પણ ખબર છે કે કોઈ પણ માફી આ દુઃખને દૂર નથી કરી સકતી. આપ સૌને અપીલ છે કે કૃપીયા હમારી સાથે રહો અને સહયોગ આપો.અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આ સ્થિતિથી ઉભરીને વધુ મજબૂત બનીશુ.’
